________________
પુણ્ય.
( ૭૪૯)
પ્રેમવાળી સ્ત્રી, વિનયવાળો પુત્ર, ગુણથી શોભતો ભાઈ, સ્નેહવાળે બંધુજન–સગે, અતિ ચતુર મિત્ર, નિરંતર પ્રસન્ન સ્વામી, લેભ રહિત નાકર અને ઘણે ભાગે પોતાના બંધુ તથા ઉત્તમ મુનિઓના જ ઉપાગમાં આવે તેવું ધન આ સર્વ નિરંતર પુછયના ઉદયથી કઈક પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૬. कान्ता प्रीतिपराऽनुजो विनयवान् हनन्दनो नन्दनो
माग्यं स्वर्ललनोपभोग्यममला लक्ष्मीः सुखं निस्तुषम् । पूजा राजकुले यशोऽतिविशदं गोष्ठी समं कोविदैनेऽतिव्यसनं रतिर्जिनमते स्यात् कस्यचित् पुण्यतः॥१७॥
વૃદ્ધવાળવચનીતિ, ૫૦ ૭, મો. ૭૨. પ્રીતિવાળી કાંતા–પ્રિયા, વિનયવાળો નાનો ભાઈ, હૃદયને આનંદ આપનાર પુત્ર, દેવાંગના જેવી સ્ત્રીઓ ભોગવવા લાયક ભાગ્ય, નિર્મળ લક્ષમી, આંતરા વિનાનું સુખ, રાજદ્વારમાં સન્માન, અતિ ઉજ્વળ યશ, પંડિતેનો સમાગમ, દાનને વિષે વ્યસન અને જિનેશ્વરના ધર્મમાં પ્રીતિ; આ સર્વ કેઈકને જ પુણ્યના ભેગથી પ્રાપ્ત થાય છે. ૧૭.