________________
સત ક્ષેત્ર (૮૬)
સાતક્ષેત્રનાં નામ – जिनभुवने जिनबिम्बे जिनागमे जिनवरस्य वरसधे । विहितसदानिजवित्तः, स एव पुरुषोत्तमो लोके ॥ १ ॥
જિનેન્દ્રના ચૈત્યને વિષે, જિનેન્દ્રની પ્રતિમાને વિષે, જિને કહેલા આગમને વિષે તથા જિનેશ્વરના (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ) ચતુર્વિધ શ્રેષ્ઠ સંઘને વિષે જે મનુષ્ય નિરતર પિતાના વિત્તને વ્યય કરે છે, તે જ લેકમાં ઉત્તમ પુરૂષ છે. - સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ –
चैत्यप्रतिमापुस्तकवेदश्रीसङ्घभेदरूपेषु । क्षेत्रेषु सप्तसु धनं, वपेद्भरिफलाप्तये ॥२॥
જાણેસ, વ , . . દેરાસર, પ્રતિમા, આગમ અને ચતુવિધ શ્રીસંઘ (એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) રૂપ સાત ક્ષેત્રમાં, અધિક ફળ મેળવવા માટે ધનને વાવવું (વાપરવું). ૨. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत
द्यातासि तत्परभवे किमिदं गृहीत्वा ।