________________
( ૬૯૪)
સુભાષિત-પા–રત્નાકર.
સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનના બળથી જે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની પાપમય ક્રિયાથી વિરતિ તેને જિનેશ્વરદેવેએ ચારિત્ર કહેલું છે. અને તે તમામ કર્મના ક્ષયના કારણભૂત છે. ૩. ચારિત્રના પ્રકાર –
सामायिकमित्याचं छेदोपस्थापनं द्वितीयं तु । परिहारविशुद्धिकं सूक्ष्मसम्परायं यथाख्यातम् ॥४॥
प्रशमरति, श्लो० २२८. ચારિત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદો પસ્થાપન ચારિત્ર, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂમસં૫રાય ચારિત્ર અને પાંચમું યથાખ્યાત ચારિત્ર. ૪. पञ्चास्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥५॥
પ્રામાતિ, ઋો. ૨૭૨. હિંસાદિક પંચાશવથી વિરમવું, પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે, ચાર કષાયને જય કરે, અને મન, વચન અને કાયાના ત્રણ દથી વિરમવું, એમ સંયમ–ચારિત્ર-૧૭ પ્રકારે કહ્યો છે. પ. एवं चरित्रस्य चरित्रयुक्तैस्त्रयोदशाङ्गस्य निवेदितस्य । बतादिमेदेन भवन्ति मेदाः, सामायिकाद्याः पुनरेव पञ्च ॥६॥
सभाषितरत्नसन्दोह, श्लो० २३०,