________________
( ૬૫૪)
સુભાષિત-પદ-રત્નાકર
मनो हि जगतां कर्त, मनो हि पुरुषः स्मृतः। मनाकृतं कृतं लोके, न शरीरकृतं कृतम् ॥ ३॥
लघुयोगवासिष्ठसार, प्रकरण ४, श्लो० ८.
મન જ સંસારને કર્તા છે, મન જ પુરૂષ છે, લેકમાં મનનું કરેલું કાર્ય જ કરેલું કહેવાય છે, શરીરનું કરેલું કાર્ય કરેલું કહેવાતું નથી. ૩.
મનની પ્રબળતાઃ
तप्यमानांस्तपो मुक्ती, गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः, क्षिपत्यन्यत्र कुत्रचित् ॥ ४ ॥
યોગરાજ, પ્રારા ૪, ઋોર૬. મન વાયુની જેમ અત્યંત ચપળ છે તેથી તે ઉગ્ર તપસ્યા કરનારા અને મુક્તિમાં જવાની ઈચ્છાવાળા મનુષ્યોને પણ કઈ જુદે જ ઠેકાણે ફેંકી દે છે. ૪.
मनोयोगो बलीयांश्च, भाषितो भगवन्मते । यः सप्तमी क्षणार्धन, नयेद्वा मोक्षमेव च ॥ ५ ॥
શ્રી જિનેશ્વર ભગવાનના મતમાં મનગને અત્યંત બળવાન કરે છેકૅમકે તે મનીગ અક્ષાં જ સાતમી નરકમાં અથવા મોક્ષમાં પણ લઈ જાય છે. ૫.