________________
(૫૩૪) સુભાષિત-પદ્ય-રત્નાકરઅભ્યાસ કરવામાં આસક્ત છે, તથા જે નિરંતર પ્રશમને વિષે રહેલા છે, એવા મહાત્મા મુનિને પોતાના ઘરના આંગણામાં આવેલા જોઈને જે મનુષ્ય દેહને લીધે તેના પર ઈર્ષા કરે છે, તેની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. તેવા મુનિ મહાત્મા માયાને નાશ કરી, તૃષ્ણને ત્યાગ કરી અને રાગદ્વેષને દૂર કરી મોક્ષ પદને પામેલા હોય છે. ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩.
समं शत्रौ च मित्रे च, समं मानपमानयोः । लाभालाभे समं नित्यं, लोष्ठकाञ्चनयोस्तथा ॥२४॥ सम्यक्त्वभावनाशुद्धं, ज्ञानसेवापरायणम् । चारित्रचरणासक्तमक्षीणसुखकाङ्गिणम् ॥२५॥ ईदृशं श्रमणं दृष्ट्वा, यो न मन्येत दुष्टधीः । नृजन्मनः फलं सारं, स हारयति सर्वथा ॥२६॥
તત્ત્વીકૃત, ગો. રર, રર૩, રર૪. જે સર્વદા શત્રુ અને મિત્રને વિષે સમાન છે, જે માન અને અપમાનને વિષે સમાન છે, જે લાભ અને અલાભને વિષે સમાન છે, જે માટીના ઢેફા અને સુવર્ણને વિષે સમાન છે, સમકિતની ભાવનાવડે શુદ્ધ છે, જે જ્ઞાનની સેવામાં તત્પર છે, જે ચારિત્રનું પાલન કરવામાં આસક્ત છે, જે મોક્ષના સુખને ઈચ્છે છે, આવા ગુણવાળા મુનિને જોઈને જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય તેની અવગણના કરે છે, તે મનુષ્ય પોતાના ઉત્તમ મનુષ્ય જન્મના ફળને સર્વથા હારી જાય છે. ર૪, ૨૫, ૨૬.