________________
(પર૦) સુભાષિતર્પણ-રત્નાકર
ગુણના સમુદ્રરૂપ ગુરૂ વિના બીજે કઈ વિચક્ષણ માણસ | પણ ધર્મને જાણી શકતો નથી. કેમકે દીર્ઘ નેત્રવાળો પુરૂષ પણ અંધારામાં દીવા વિના પદાર્થના સમૂહને જોઈ શકતો નથી. ૧૦.
ગુરૂ સાચો રક્ષકपिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः,
सुहृत्स्वामी माद्यत्करिभटरथाश्वः परिकरः । निमजन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं, गुरोधर्माधर्मप्रकटनपरात कोऽपि न परः ॥ ११ ॥
सिन्दूरप्रकरण, श्लो० १५. ધર્મ અને અધર્મને પ્રગટ કરવામાં તત્પર એવા ગુરૂ સિવાય બીજા કઈ એટલે પિતા, માતા, ભાઈ, પ્રિય સ્ત્રી, પુત્રને સમૂહ, મિત્ર, મદોન્મત્ત હાથી, સુભટ, રથ અને અશ્વવાળે સ્વામી તથા પરિવાર વિગેરે કઈ પણ નરકરૂપી ખાડામાં ડુબતા પ્રાણીનું રક્ષણ કરવા માટે સમર્થ નથી. ૧૧. ગુરૂ કણ કણ
माता पिता कलाऽऽचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥१२॥ માતા, પિતા, કળાચાર્ય, તથા તેમના સગા સંબંધી, વૃદ્ધો અને ધર્મને ઉપદેશ કરનારા આ સર્વને સત્પરૂએ, ગુરૂવર્ગ માનેલો છે. ૧૨.