________________
શુભ ધ્યાન.
( ૫૦૧ )
एतख्यानफलं नाम, यञ्चारित्रोद्यमः सदा । ચિત્તે પાનિ, સાધુસેવાપરાયઃ | ૨૧ /
તરવામૃત, ૦ ૨૨. ધ્યાનનું ફળ એ જ છે કે જેથી પ્રાણીઓ પાપથી અળગા થઈને સાધુઓની સેવામાં તત્પર થાય અને હમેશાં ચારિત્રની પ્રાપ્તિને માટે ઉદ્યમ કરે. ૩૯.
मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः । क्षीणवृत्तौ भवेद् ध्यानादंतरात्मनि निर्मले ॥४०॥
જ્ઞાનતા. ધ્યાના છw, ૦ ૨. જેમ સ્વછ મણિમાં પ્રતિબિંબ પડે છે તેમ ધ્યાન કરવાથી જેની વૃત્તિઓનો ક્ષય થયે છે એવા નિર્મળ આત્મામાં પરમાત્માની છાયા પડે છે. ૪૦.
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच, तद् ध्यानं हितमात्मनः ॥४१॥
योगशास्त्र, प्रकाश ४, लो० ११३. કર્મક્ષયથી જ મોક્ષ થાય છે, તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે, અને તે આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય માન્યું છે, તેથી વિધિપૂર્વક કરેલું ધ્યાન જ આત્માને હિતકારક છે (એટલે પરંપરાએ ધ્યાનથી મોક્ષ મળે છે.) ૪૧.