________________
( ૩૬ )
સુભાષિત—પઘ—રત્નાકર.
तसाद्वीरवरावधारय तदाचारस्य यद्बोधकं, रक्षोमिर्विरचय्य तच वचनं तन्त्रे प्रवेशीकृतम् ॥ २५ ॥
કૃપારૂપ જ એક તવાળી ત્રણ જગતની માતા, કે જે ચાર્ગીદ્રોના હૃદયમાં રહેલી છે, તે ચંડાલણીની જેમ પશુને વધ કરીને માંસ અને મદિરા આપવાથી શું તુષ્ટમાન થાય? ન જ થાય. તેથી હું શ્રેષ્ઠ વીર ! તું જરા વિચાર કર. આવા હિંસાના આચારને જણાવનારૂં જે વચન છે, તે રાક્ષસાએ એટલે રાક્ષસ જેવા મનુષ્યાએ રચીને તંત્રશાસ્ત્રમાં ઘુસાડી દીધું' છે. ૨૫.