________________
पैशून्य ( ५० )
00
પૈશૂન્યથી નુકસાનઃ——
अन्यस्य तापनाद्यर्थ, पैशुन्यं क्रियते जनैः । स्वात्मा हि तप्यते तेन, यदुप्तं स्यात्फलं च तत् ॥ १ ॥ हिंगुलप्रकरण, पैशून्यप्रक्रम, लो० ३.
બીજાને ખેદ આપવા માટે માણસા ચાડી ખાય છે. પણ તેથી ઉલ્ટા પેાતાના જ આત્મા ખેદ પામે છે, કેમકે જેવું વાળ્યુ હાય તેવું ફૂલ મળે છે. ૧.
धर्म धुनोति विधुनोति धियाँ समृद्धि,
लाघां सिनोति च दुनोति दयाविलासम् । चिंतां चिनोति च तनोति तनू प्रतापं, क्रोधं धिनोति च नृणां पिशुनत्वमेतत् || २ ||
कस्तूरीप्रकरण, श्लो० ७९.
ચાડીયાપણું, માણસાના ધર્મને દૂર કરે છે, બુદ્ધિની સમૃદ્ધિને નાશ કરે છે, કીર્તિને ઢાંકી દે છે, દયાની લાગણીને ક્ષતિ પહાંચાડે છે, ચિંતાને ભેગી કરે છે, શરીરને તાપ આપે છે અને ક્રોધને વધારે છે. ૨.