________________
(૨૪) સુભાષિત–પધ-રત્નાકર.
હે ચિત્ત ! અપકાર કરનાર ઉપર તું કદાપિ પાપનું–તેનું અહિત કરવાનું-ચિંતવન ન કર ! કેમકે જે પાપી હશે તે, નદીના કાંઠા ઉપર ઉગેલા વૃક્ષોની જેમ, પિતાની મેળે જ પડી જશે. ૧૧. ક્ષમાનું ફળ
क्षमया क्षीयते कर्म, दुःखदं पूर्वसंचितम् । चित्तं च जायते शुद्धं, विद्वेषभयवर्जितम् ।। १२॥
તત્વાકૃત, ૦ ૨૬. ક્ષમાથી પહેલાંનું ભેગું કરેલું અને દુઃખને દેવાવાળું એવું કર્મ નાશ પામે છે અને ચિત્ત પણ દ્વેષ અને ભય રહિત, એવું શુદ્ધ થાય છે. ૧૨.
क्षमा धनुः करे यस्य, दुर्जनः किं करिष्यति । अणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥ १३ ॥
વૃદ્ધવાળાચનતિ, ૨૦ ૨, ઋોદુરૂજેના હાથમાં ક્ષમારૂપી ધનુષ હોય તેને દુર્જન માણસ શું કરી શકે? (કાંઈ પણ કરી શકે નહીં.) કેમકે ઘાસ રહિત સ્થાનમાં પડેલે અગ્નિ પિતાની મેળે જ શાંત થઈ જાય છે. ૧૩.