________________
અનર્થદંડ.
૧૭૧
शारिकाशिखिमार्जार-ताम्रचूडशुकादयः । अनर्थकारिणस्त्याज्या, बहुदोषा मनीषिभिः ॥ ७॥
सुभाषितरत्नसंदोह, श्लो० ८०२. મેના, મોર, બિલાડી, કુકડા અને પિપટ આદિ મહાઅનર્થ કરનારા અને બહુદોષવાળાં હોવાથી બુદ્ધિશાળી પુરૂષાએ તેઓનો ત્યાગ કરવો જોઈએ.
कुतूहलान्नृत्यप्रेक्षां, कामग्रंथस्य शिक्षणम् । सुधीः प्रमादाचरण-मेवमादि परित्यजेत् ॥८॥
રાબાસાદ મારુ, તંમ , કચ૦ ૨૨. કેતુકની દષ્ટિથી નાચ જેવાનો, કામશાસ્ત્ર વિગેરે કામવિષયનાં પુસ્તકના શિક્ષણને અને પ્રમાદયુક્ત આચરણ આદિક ( અનર્થનાં કારણો )ને ડાહ્યા માણસે ત્યાગ કરવો જોઈએ. ૮.
आतं रौद्रमपध्यानं, पापकर्मोपदेशिता.। हिंसोपकारिदानं च, प्रमादाचरणं तथा ॥९॥
योगशास्त्र, तृ० प्र०, श्लो० ७३. આર્તધ્યાન અને રિદ્રધ્યાનરૂપ દુર્બાન કરવું, પાપમય કાર્યનો ઉપદેશ આપ, જેનાથી હિંસાને ઉત્તેજન મળે એવા પ્રકારની (ઘંટી, સાંબેલું વિગેરે) વસ્તુઓનું દાન અને પ્રમાખરિફ આચરણ (આ બધાંય અનર્થદંડના કારણે છે.). ૯.