________________
સત્ય.
( ૧૭ ) જે પુરૂષ સત્યયુક્ત વચન બોલે છે, તેને અગ્નિ જળ જે થાય છે, સમુદ્ર સ્થળ જે થાય છે, શત્રુ મિત્ર જે થાય છે, દેવે કિંકર જેવા થાય છે, અરય નગર જેવું થાય છે, પર્વત ઘર જેવો થાય છે, સર્પ માળા જેવું થાય છે, સિંહ મૃગ જેવો થાય છે, પાતાળ નાના બિલ જેવું થાય છે, શરુ કમળની પાંખડી જેવું થાય છે, મદોન્મત્ત હાથી શીયાળ જે થાય છે, વિષ અમૃત જેવું થાય છે, અને વિષમ-કઠણ કાર્ય સમાન-સહેલા કાર્ય જેવું થાય છે. ૧૪.