________________
[ ૭ ]
પંડિતશ્રી જિતુભાઈ બી. શાહનો પણ સહયોગ સાંપડ્યો છે.
શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડાર પાટણના વહીવટદારશ્રી યતીનભાઈ, મયૂરભાઈ, વી. ટી. શાહ વગેરેનો સ્નેહભર્યો સહકાર મળ્યો છે. આ બધાનું સાનંદ સ્મરણ કરું છું અને ધન્યવાદ આપું છું.
હજી પ્રાચીન જ્ઞાનભંડારોમાંથી આવી શ્રીકલ્પસૂત્ર ઉપરની વૃત્તિઓ છે/હશે તે પણ જો યોગ્ય વિદ્વાન મુનિમહારાજોના હાથે સંપાદિત-સંશોધિત થઈ પ્રકાશિત થાય તો ઘણાં સંશયોનું નિરાકરણ મળે. એવા પ્રકાશનો જરૂર થશે એવી આશા સાથેમૃતવાચનાભૂમિ વલ્લભીપુર ફ. સ. ૮ વિ. સં. ૨૦૫૪