________________
પ્રકાશકીય દરે પર્યુષણ એટલે જૈનોનું સર્વોત્તમ પર્વ. આ પર્વના દિવસો દરમ્યાન ને, જૈનો તપ, જપ દ્વારા આત્મોન્નતિની સાધના તો કરે છે, સાથે સાથે પ્રતિવર્ષ
3 કલ્પસૂત્ર ગ્રંથનું પારાયણ પણ કરવામાં આવે છે. કલ્પસૂત્રમાં તીર્થકરોના ચરિત્ર, - સ્થવિરાવલી, શ્રમણાચારનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂત્રાત્મક શૈલીમાં રચાયેલ કે આ ગ્રંથમાં અનેક પદાર્થો, પ્રસંગોનું વર્ણન સંક્ષેપમાં કરવામાં આવેલ છે.
જ્યારે કેટલાંકનો તો સંકેત માત્ર કરવામાં આવ્યો છે. આવી વિગતોની સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવી છે. કલ્પસૂત્રમાં આવતી કથાઓને સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. પ્રાકૃત ભાષામાં રચાયેલ પ્રસ્તુત ગ્રંથની ભાષા અને શૈલી સરળ અને સુબોધ છે.
નગર્ષિ ગણિ (વિ. સં. ૧૯૫૭) વિરચિત આ ગ્રંથ અદ્યાવધિ અપ્રકાશિત હતો. જૈનજ્ઞાનભંડારોમાંથી પ્રસ્તુત ગ્રંથની હસ્તપ્રત મેળવી, તેનું સંપાદનસંશોધનનું કાર્ય વિર્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. એ ખૂબ જ ચિવટથી કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષા-સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન પૂજ્યશ્રીએ આ ગ્રંથનું સંપાદન કર્યું હોવાથી ગ્રંથનું ગૌરવ વધ્યું છે તે બદલ અમે તેમના આભારી છીએ.
ગ્રંથમાં આવતી વિગતો ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની છે. તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરનાર વિદ્વાનોને પણ આ ગ્રંથમાંથી ઘણી જ સામગ્રી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. કથાઓનો તુલનાત્મક અભ્યાસ કરનારને રસપ્રદ માહિતી પૂરી પાડનાર આ ગ્રંથ છે. આમ પ્રસ્તુત ગ્રંથ આત્મસાધકોને, અભ્યાસને અને વિદ્વાનોને ઉપયોગી થાય તેવો છે. આવા આ ગ્રંથનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
અજ્ઞક