SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ एतदेवाह - तथा संसारविरक्तस्तद् दोषभावनया, संविग्नो મતિ મોક્ષાર્થી, અમમ:, અપરોપતાપી, વિશુદ્ધો પ્રાવિષેવેન, विशुध्यमानभावः शुभकण्डकवृद्धया । ॥ इति साधुधर्मपरिभावनासूत्रम् ॥ ‘પંચસૂત્ર પ્રકાશ’ : પંચસૂત્રનું આ બીજું સૂત્ર છે. આ સાધુધર્મ પરિભાવના સૂત્રનો હવે ઉપસંહાર થઈ રહ્યો હોવાથી ગ્રંથકાર સમાપનમંગલ કહી રહ્યાં છેઃ જિનધર્મને નમસ્કાર થાઓ ! આ ધર્મનું પ્રકાશન કરનારાં અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ ! જિનધર્મના સંપૂર્ણ પાલક તો મહાવ્રતધારીઓ જ છે તેથી ધર્મના પાલક તરીકે તેમનો ઉલ્લેખ કરતાં કહે છે કે જિનધર્મના પાલક મુનિવરોને નમસ્કાર થાઓ ! જિનધર્મનું યથાર્થ વ્યાખ્યાન કરનારાં ગીતાર્થમુનિવરોને નમસ્કાર થાઓ ! જિનધર્મનો સ્વીકાર કરનારા શ્રાવકોને પણ નમસ્કાર થાઓ ! હું સાધુધર્મ સ્વરૂપ જિનધર્મને ઇચ્છું છું, મારા મન, વચન અને કાયા આ સાધુધર્મમય બનો ! અહીં સાધુધર્મને ઇચ્છું છું એવા ઉલ્લેખ વડે સાધુધર્મનો પક્ષપાત વ્યક્ત થાય છે અને મન-વચન-કાયા વડે ઇચ્છું છું એવા ઉલ્લેખ વડે સાધુધર્મ સ્વીકારવાનો સંકલ્પ વ્યક્ત થાય છે. ‘પરમકલ્યાણમય એવા અરિહંતોના અનુગ્રહથી મને અત્યંત કલ્યાણ રૂપ એવા સાધુધર્મની પ્રાપ્તિ થાઓ !' વારંવાર આવી ભાવના કરવી. તે જ રીતે નિર્મળ સાધુતાના ધા૨ક એવા સાધુઓનો આજ્ઞાંકિત હું સદાય બન્યો રહું તેવી ભાવના પણ વારંવાર કરવી द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् । 87
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy