________________
આવા વાણી દોષોથી બચતાં રહીને હંમેશા પિરમીત તેમજ હિતકારી વાણી બોલવી.
૧૦, ૧૧, ૧૨, ૧૩ મી હેય પ્રવૃત્તિઓ :
(૧૦)પૃથ્વી - પાણી - અગ્નિ વિગેરે સમસ્ત જીવનિકાયની હિંસાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ.
(૧૧)માલિકે નહીં આપેલી ચીજ કદી પણ લેવી નહીં. (૧૨)પરસ્ત્રીનો ભોગ તો દૂર રહ્યો, પરસ્ત્રીને રસપૂર્વક નિરખવી પણ નહીં.
(૧૩)અનર્થદંડ રૂપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. તીવ્ર દુર્ધ્યાન પણ અનર્થ દંડનો જ હિસ્સો છે. વિશેષ તકેદારી પૂર્વક તીવ્ર દુર્ધ્યાનથી બચવું.
આમ, આ તેર પ્રકારનાં હેય છોડી દેવા લાયક કાર્યો વ્રતેચ્છુ આત્માએ છોડી દેવા રહ્યાં અને પોતાની તમામ ક્રિયાઓ આગમાનુકૂળ બનીને કરવી રહી.
દાન-ભોગવટો પરિવાર પાલન અને Balance Sheet...
દરેક માટે કેટલાં ટકા ધનની ફાળવણી કરવી ? :
ધનની આવકને નજર સામે રાખી તેને અનુરૂપ રહીને જ દાન કરવું, ભોગ ભોગવવા, બચત કરવી અને પરિવાર પાલન માટે ખર્ચ કરવો.
77
-
=
લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय वर्धयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।