SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ, આગળ વધી પરપીડન દોષથી વ્યાકુળ થયેલું ચિંતન પણ છોડી દેવું જોઈએ. • ત્રીજું-ચોથું હેય : દીનતા અને હર્ષ મનગમતી કે જરૂરીયાતની વસ્તુ કે વ્યક્તિ ન મળ્યાં, માંગવાથી પણ ન મળ્યાં તો પણ દીનતાને વશ ન બનવું અને વણમાંગ્યે પણ ક્વચિત્ મનગમતી વ્યક્તિ કે વસ્તુ મળી આવ્યાં તો પણ હર્ષ ધારણ કરવો નહીં. • પાંચમું હેય : અભિનિવેશ: ગલત બાબતને સાચી માની લેવી અને એ પછી તેની પક્કડ છોડવી જ નહીં આને કહેવાય મિથ્યાભિનિવેશ. મિથ્યા અભિનિવેશમાં નકરો અતત્ત્વનો વિલાસ ભર્યો હોય છે. આથી અતત્ત્વના આગ્રહસ્વરૂપ મિથ્યાભિનિવેશને છોડી દેવો જોઈએ અને મનને ઉચિત રીતે સંયમયુક્ત રાખવું જોઈએ. • ૬, ૭, ૮, ૯ મી અકરણીય કરણીઓ : (૬) જૂઠી, ઉપજાવી કાઢેલી, હકીકતથી વેગળી, નિરાધાર વાતો કદી પણ કરવી નહીં. (૭) કઠોર, તોછડા, ઉદ્ધત શબ્દો કદી બોલવા નહીં. સાચી વાત પણ તોછડાઈથી કરી શકાય નહીં. (૮) ચાડી ચુગલી કરવી સજ્જનને પણ ન શોભે, તો પછી વ્રતધારીને તો તેવી પિશુનતા ક્યાંથી શોભે ? (૯) પરસ્પર અસંબદ્ધ અને યદ્વા-તકા પ્રલાપ સમાન, જેને લવારી કહી શકાય તેવા પ્રલાપો કદી કરવા નહીં. सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् । 16
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy