________________
લાંબા સમય માટે આપવામાં આવે તો તે જેમ પ્રથમ દર્દીના દેહમાંથી વિષને, જનુને દૂર કરે છે, પછી રસને અને વીર્યને પેદા કરે છે, ક્રમશઃ રસ-વીર્યનો સંચય કરી સંપૂર્ણ રોગને મટાડી દેહની મૂળભૂત કાંતિનું પ્રદાન કરે છે... બસ, આત્મા એ દર્દી છે. ભારેકર્મી પણું એ હઠીલું દર્દ છે અને પંચસૂત્રનું પ્રથમ સૂત્ર એ તેનું અમોઘ રસાયણ છે. આ રસાયણનું વિધિપૂર્વક વારંવાર સેવન કરો તો તે આત્મામાં રહેલાં અશુભ અનુબંધોના વિષને ધીરે-ધીરે મારી હટાવે છે, તે પછી ધીરે ધીરે શુભ અનુબંધો ઉત્પન્ન કરે છે અને અંતે આત્માની સ્વાભાવિક કાંતિ સ્વરૂપ મોક્ષ અવસ્થા આપી દે છે.
આથી, અમોઘ ઔષધની જેમ આ સૂત્ર એકાંતે કલ્યાણી છે. ઉપર કહેલું શુભ ફળ આ સૂત્રપાઠ વડે અવશ્યમેવ પ્રવર્તે છે. પરંપરા રૂપ પણ બને છે અને કર્મની લઘુતા કરવાના કાર્યને તે અંતરાય વિનાનું બનાવી દે છે.
આમ, અશુભ ભાવનાનો અટકાવ કરનારું તેમજ શુભ ભાવોની પેદાશ કરાવનારું આ સૂત્ર હોવાથી મનને અત્યંત શાંત કરીને યથોક્ત સંકલ્પપૂર્વક તેનું અધ્યયન કરવું જોઈએ.
અવતાર
सूत्रपरिसमाप्तौ मङ्गलमाह- મૂત્રમ્ |
नमो नमियनमियाणं परमगुरुवीयरागाणं । नमो सेसनमोक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परम
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।