SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એક “પંચસૂત્ર પ્રકાશ”: સુકૃતની અનુમોદનાનો જે અધિકાર ઉપર વર્ણવ્યો તે તથાભવ્યત્વના પરિપાક રૂપ ફળને ત્યારે જ આપી શકે જયારે તે પ્રણિધાનની અત્યંત વિશુદ્ધિને પામે. પ્રણિધાનની વધુ, વધુ ને વધુ નિર્મળતા પૂર્વક સેવેલી સુકૃતની અનુમોદના જ અનિવાર્ય પણે કર્મલઘુતા કરાવનારી બને છે તેથી હવે અહીં, સુકૃતની અનુમોદના કરી રહેલાં આત્માને પ્રણિધાનની વિશુદ્ધિનો ઉપદેશ આપી રહ્યાં છે. સુકૃતની અનુમોદના પ્રણિધાનની વિશુદ્ધિવાળી ક્યારે બને ? જ્યારે તે ચાર પ્રકારની વિશુદ્ધિવાળી બને ત્યારે. સુકૃતઅનુમોદનાના પ્રણિધાનની વિશુદ્ધિના ચાર પ્રકાર નીચે મુજબ છે. (૧) વિહિપુત્ર લખ્યું છે : અરિહંત વિગેરેના ગુણોની મારી આ અનુમોદના વિધિપૂર્વકની બનો. અનુમોદના વિધિપૂર્વકની ક્યારે બને ? જ્યારે તે શાસ્ત્રાનુસારી રીતિ મુજબ પ્રવર્તતી હોય ત્યારે. માટે અહીં કહ્યું છે કે સૂત્રોનુસાર મૌષાનુમોદના વિધિપૂર્વિવા મવતુ ! અનુમોદના માટે હું શાસ્ત્રાનુસારી રીતિનો સ્વીકાર કરું અને તે રીતે તેને વિધિપૂર્વકની બનાવું છું. (૨) સમi સુદ્ધાયા ! : મારી આ સુકૃતઅનુમોદના શુદ્ધ આશય -વાળી બનો. અનુમોદના શુદ્ધ આશયવાળી ત્યારે બને જ્યારે કર્મોની લઘુતા કરાવનારા પ્રબળ પરિણામોથી તે યુક્ત બને. મારી આ સુકૃત અનુમોદના કમોના લાઘવ દ્વારા વિશુદ્ધ પરિણામવાળી બનો ! (૩) માં પવિત્તિવા | : મારી આ અનુમોદના સમ્યગુ પ્રતિપત્તિને ધારણ કરનારી બનો. સમ્યક પ્રતિપત્તિને ધારણ प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् । - - 41
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy