________________
सत्स्वाध्यायादिरूपाम्] एवं श्रावकाणां मोक्षसाधनयोगान् वैयावृत्त्यादीन्, सर्वेषां देवानामिन्द्रादीनां सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामासन्नभव्यानां कल्याणाशयानां मार्गसाधनयोगान् सामान्येन कुशलव्यापाराननुमोद इति क्रियानुवृत्तिः । - “પંચસૂત્ર પ્રકાશ':
દુષ્કૃતની ગહનું નિરૂપણ કર્યું તેની સાથે આનુસાંગિક રીતે જોડાયેલી બાબત સુકૃતનું આસેવન છે કેમકે તથાભવ્યત્વનો પરિપાક કરનારા જે સાધનો દર્શાવ્યાં તેમાં દુષ્કૃત ગઈ અને સુકૃતઅનુમોદના, બંનેને ક્રમસર મૂકવામાં આવ્યાં છે. આમ, સુકૃતની અનુમોદના દુષ્કતની ગહ સાથે આનુસંગિક બની જતી હોવાથી હવે તેનું નિરૂપણ કરે છે...
મોક્ષના અભિલાષ વાળો મારો આત્મા હવે સુકૃતનું આસેવન કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે સુકૃતનું આસેવન અત્રે પ્રાસંગિક વિષય છે કે પછી સુકૃતની અનુમોદના? તો તેનો જવાબ એ છે કે સુકૃતની અનુમોદના પણ પારમાર્થિક રીતે સુકૃતનું આસેવન જ બની રહેતું હોવાથી અવચૂરિકાર મહાપુરુષે સુકૃતની અનુમોદના માટે સુકૃતસેવન” એવો જે શબ્દ વાપર્યો તે સમુચિત જ છે. (૧) હું તમામ અરિહંત ભગવંતોના સદનુષ્ઠાનની અનુમોદના કરું
છું. અરિહંત પદને પામ્યાં પછી પણ તેઓ ધર્મદશનાનું જે
અતિ ઉત્તમ અનુષ્ઠાન આચરે છે તેની અનુમોદના થજો ! (૨) જ્ઞાનાદિગુણોની જે અવ્યાબાધ પરિણતિને સિદ્ધભગવંતો પામ્યાં
છે તે તેમની સિદ્ધાવસ્થા છે. તેની પણ હું અનુમોદના કરું છું. (૩) અકાળે જ્ઞાનનું પ્રવર્તન રોકવું વિગેરે જ્ઞાનાચાર છે. જ્ઞાનાચાર | વિગેરે પાંચે આચારનું વહન અને પ્રવર્તન કરવું તે આચાર્યોનો
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
38