SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શરૂઆત નથી હોતી એવું માનવું જ પડે કેમકે આત્મા અને કર્મનો પરસ્પરનો સંયોગ પણ અનાદિકાલીન છે. કર્મના સંયોગથી વાસિત આત્મા સંસારમાં જ રહી શકે અને જો આવો સંયોગ અનાદિથી પ્રવર્તે છે તો સંસાર પણ અનાદિથી પ્રવર્તે જ છે તેમ માન્ચે જ છૂટકો ! અનાદિકાલીન આત્માને અનાદિથી જે સંસાર મળ્યો છે તે કેવો છે ? (૧) દુઃખરૂપ છે. (૨) દુઃખ ફલક છે. (૩) અને દુઃખાનુબંધી છે. સંસારની પ્રત્યેક ગતિમાં જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા રહેલાં જ છે તેથી આ સંસાર અનાદિથી દુઃખરૂપ = દુઃખથી ભરેલો છે. અહીં, અવચૂરિકાર મહાપુરુષે નોંધ્યું છે કે “તેષા. સુવાત્' જન્મ, મરણ અને ઘડપણ એ દ્રવ્ય દુઃખના પર્યાયો છે અને તે સંસારમાં સર્વત્ર રહેલા હોવાથી સંસાર દુઃખરૂપ છે. એક જન્મ પૂરો થયા પછી બીજા જન્મમાં પણ જન્મ, મરણ અને ઘડપણની પરંપરા ચાલતી રહે છે માટે આ સંસાર દુઃખફલક = જેનું ભવિષ્ય પણ દુઃખ જ છે તેવો છે. વળી, અશાતા વેદનીય કર્મ તો એક કે બે જ નહીં, અનેક જન્મોની પરંપરા સુધી આત્મા સાથે નિરંતર સંલગ્ન રહેતાં હોવાથી આ સંસાર દુઃખાનુબંધી = દુઃખની સાયકલવાળો છે. મૂત્રમ્ | एयस्स णं वोच्छित्ती सुध्धधम्माओ । सुध्धधम्मसंपत्ती पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्ताइभावाओ । 23 प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy