________________
આસો સુદ-૧૦, કાંડાગરા, કચ્છ
ધર્મલાભ સહ જણાવવાનું કે તમારા તરફથી બોધિપતાકા ટીકોપેત સમ્યક્ત્વરહસ્યપ્રજળમ્ ગ્રંથ મળ્યો. ટીકાકાર મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી. મ.ને ખૂબ-ખૂબ ધન્યવાદ ! વિશદ ટીકા અને ગુજરાતી વિવરણ સાથેનો આ અપ્રગટ ગ્રંથ પ્રગટ થયો છે તેથી તે અનેક આત્માઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ-વૃદ્ધિ-શુદ્ધિમાં ઉપયોગી બનશે.
આસો વદ-૧૪, ઉદયપુર
તમારા તરફથી પ્રકાશિત સમ્યક્ત્વરહસ્યપ્રર્ણમ્ ગ્રંથ પ્રાપ્ત થયો. અદ્યાવધિ અપ્રગટ ગ્રંથનું સંશોધન-પ્રકાશન તેમજ વિદ્વાન મુ.શ્રી હિતવર્ધન વિ.ની વોધિપતાગ ટીકા ભાવાનુવાદ સહિત જોઈ આનંદ થયો. મુનિશ્રી તેમજ તમો આવા સુંદર ગ્રંથો પ્રકાશિત કરતાં રહો તે જ અભ્યર્થના
આ. કલાપ્રભસાગરસૂરિ (અંચલગચ્છીય)
મુ. દિવ્યકીર્તિ વિ. ગણીના ધર્મલાભ (‘સૂરિ રામચન્દ્ર’ સમુદાય)
કારતક સુદ-૨, જામનગર
સમ્યક્ત્વરહસ્યપ્રર્ળમ્ ગ્રંથ મળ્યો. આપના તરફથી થયેલ ટીકા રચનાની ભૂરિ ભૂરિ અનુમોદના. ગ્રંથનું વાંચન કરતાં કઈંક નવું જાણવા મળ્યું એનો આનંદ થયો.
૨૧૦
पञ्चसूत्रम्
મુનિ પ્રશમપૂર્ણના વંદન (‘સૂરિ રામચન્દ્ર’ સમુદાય)