________________
જોઈએ. તો જ તેને સંતતિ કહેવાય. હવે જો સંતતિમાં પારસ્પરિક અન્વયે તૂટે તો સંતતિ જ અસત્તાક બની જાય.
તમે જે “સ્વભાવ' શબ્દનો અર્થ કરો છો કે “સ્વ' એટલે પોતાની અને “માવ' એટલે સત્તા. પોતાની સત્તા એટલે સ્વભાવ, સ્વભાવ શબ્દનું આવું અર્થઘટન અન્વય રહિત છે અને એથી જ અયોગ્ય છે.
આમ, આદ્ય ક્ષણમાં અસનો ઉત્પાદ માનો તો અન્વય નિરાધાર બની જતાં આ માન્યતામાં કારણની જ ગેરહાજરી થઈ જાય અને ચરમ ક્ષણમાં સત્ અસતુ થઈ જાય છે તેવું માનો તો તે માટે તથાસ્વભાવની કલ્પના કરવી પડે અને તથાસ્વભાવની કલ્પના કરો તો તે પણ અન્વય રહિત બની જતી હોવાથી સત્-અસત બની જતું હોવાની આ માન્યતા પણ કારણ રહિત બની જાય છે.
આથી, સંસારનો અભાવ એટલે મોક્ષ એવો મત જ યુક્તિયુક્ત છે. “ભવસંતતિનો છેદ એટલે મોક્ષ' એવી માન્યતા દરેક રીતે અસંગત છે.
જ
અવતરા आनुषाङ्गिकमभिधाय प्रकृतमाह -
પંચસૂત્ર પ્રકાશ' :
દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક નય વિગેરેની બંધ સાદિ છે કે અનાદિ, કર્મ આત્મરૂપ છે કે કલ્પનામાત્ર, મોક્ષ સંતતિવિચ્છેદરૂપ છે કે ભવના અભાવરૂપ... વિગેરે માન્યતાઓની આનુષાંગિક ચર્ચા કરીને હવે મૂળભૂત વિષયને આગળ વધારતાં કહે છે કે -
पञ्चमं प्रव्रज्याफलसूत्रम् ।
193