________________
પ્રશ્ન : જો સિદ્ધોને અપેક્ષા જ નથી તો પછી લોકના અંત ભાગ સુધી તેમણે ગમન કેમ કર્યું ?
-
જવાબ : આ પણ તેમનો સ્વભાવ છે. કર્મનો પૂર્ણક્ષય થવાથી આત્માનો જે અનંત સુખમય સ્વભાવ પ્રગટે છે તે સ્વભાવ જ તેમને લોકના અંત સુધી લઈ જાય છે.
પ્રશ્ન : સિદ્ધોનું અનંતુ સુખ કેવું છે ?
જવાબ ઃ સિદ્ધોના અનંત સુખને વર્ણવવા માટે વિશ્વમાં કોઈ ઉપમા વિદ્યમાન નથી. જેમ કુંવારિકા પરણેલી સ્ત્રીના સુખને જાણી શકતી નથી તેમ સિદ્ધોના સુખને સંસારીઓ જાણી શકે તેમ નથી. સિદ્ધોનું સુખ કેવળ અનુભવ ગમ્ય છે !
અનુભવગમ્ય સુખ શબ્દગમ્ય શી રીતે બન્યું ? : પ્રશ્ન ઃ જો તે કેવળ અનુભવ ગમ્ય છે તો તે વાત તમે શબ્દગમ્ય શી રીતે કરી ? શી રીતે જાણી ?
જવાબ : આ વાત અમે જિનેશ્વરની આજ્ઞાના બળે જાણી છે. જિનેશ્વર ભગવંતમાં અસત્ય ભાષણ થવાનું એક પણ કારણ વિદ્યમાન ન હતું કેમકે મૃષાવાદના નિમિત્ત રૂપ રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાન તેમના નાશ પામેલાં હતાં. હવે, મૃષાવાદનું કારણ જ જો વિદ્યમાન ન હોય તો મૃષાવાદ રૂપ કાર્ય તો કદી થાય નહીં. એથી, જિનાજ્ઞા એ પરમ સત્ય છે તે નક્કી થયું. સિદ્ધોનું સુખ કેવળ અનુભવગમ્ય છે એવી આશા જિનેશ્વરની છે માટે આ અનુભવગમ્ય બાબતને પણ આપણે શબ્દો વડે જાણી શકીએ છીએ કેમકે જિનાજ્ઞા તો શબ્દ ગમ્ય છે જ, સિદ્ધનું સુખ ભલે શબ્દગમ્ય ન હોય... શબ્દ અગમ્ય એવા પણ સિદ્ધસુખની કલ્પના શબ્દગમ્ય એવી જિનાજ્ઞાના માધ્યમે થઈ શકે છે.
174
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।