________________
અવચૂરિ રચનાનો સંવત્સર હસ્તપ્રતમાં દર્શાવ્યો નથી પરંતુ પ્રાપ્ત થયેલ હસ્તપ્રત વિક્રમના અઢારમાં સૈકાની છે અને તે અવચૂરિકારશ્રીએ સ્વયં લખેલી હોય તેવી પણ સંભાવના છે કેમકે લહિયાનું નામ અલગથી લખાયેલું નથી... આથી ગ્રંથકારનો અસ્તિત્કાળ વિક્રમની અઢારમી શતાબ્દી ગણીએ અને તે જ સમયમાં પ્રસ્તુત અવચૂરિ રચાયેલી હોવાથી તેનો સંવત્સર પણ અઢારમી શતાબ્દીની અંતર્ગત સમજીએ તેમાં આપત્તિ જણાતી નથી. છે “પંચસૂત્રપ્રકાશ' વિવેચન અંગે...
પ્રસ્તુત કપૂર નું સંશોધન થયાં પછી અમે જે ગુજરાતી વિવેચન લખ્યું તેનું પંચસૂત્રપ્રકાશ'નામકરણ કર્યું છે.
આ વિવેચનમાં વિસ્તારગ્રાહી શૈલી નથી અપનાવી, સંક્ષેપગ્રાહી શૈલિ પણ નથી સ્વીકારી પરંતુ તે બંનેનો યથાસ્થાને સ્વીકાર કરનારી શૈલિ અપનાવી છે. | વિવેચનમાં મૂળ કે વપૂરિના શબ્દમાત્રને પ્રાધાન્ય નથી આપ્યું પરંતુ તે શબ્દો વડે જે પરમાર્થી પદાર્થો જે પરમાર્થ ભાવોથી પ્રેરાઈને પ્રગટ કરાયાં છે તે પદાર્થો તે જ ભાવોને પ્રેરે તેવો શબ્દો વડે કંડારવાનો યથામતિ પ્રયત્ન કર્યો છે.
ક્યાંક અવચૂરિમાં જે પદાર્થ સ્થાન પામ્યો નથી કે પછી વધુ સ્પષ્ટ થયો નથી પરંતુ બૃહત્ ટીકામાં કે અન્ય ગ્રંથોમાં તે વિશેષ સ્પષ્ટ થયો છે તો તેવા પદાર્થોને બૃહટીકા કે અન્ય ગ્રંથોના અભિપ્રાયની મર્યાદામાં રહીને વધુ સરળ અને સ્પષ્ટ કરવાનો પણ પુરૂષાર્થ કર્યો છે.
વિવેચનની ભાષા બને તેટલી સરળ રાખવાની મહેનત કરી છે અને જ્યાં જરૂરી નથી ત્યાં વિસ્તારના સ્થાને સંક્ષેપ પણ કર્યો છે.
पञ्चसूत्रम्