SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસંજ્ઞાનું સ્વરૂપ અને તેનો ત્યાગ... આવો સંયમી, અરિહંતના વચનને જે હંમેશાં પ્રતિકૂળ છે તેવી લોકસંજ્ઞાને જીતી લે છે. લોકસંજ્ઞા એટલે બહુલ સંસારી જીવોની જે ભવાભિનંદી ક્રિયાઓ હોય તેના પ્રત્યેની આંતરિક પ્રીતિ... બહુમતી જીવો ભવાભિનંદી છે, તેમની ધર્મક્રિયાઓ પણ તેમના બહુલસંસારી પણાના કારણે સ્વચ્છંદાચાર જેવા દોષોથી વાસિત બનેલી હોય છે, એવા જીવોની એવી ક્રિયાઓ પ્રત્યે આકર્ષણ થવું તે લોકસંજ્ઞા છે. મૈથુનસંજ્ઞાના કારણે જેમ મૈથુન પ્રત્યે આકર્ષણ થાય તેમ લોકસંજ્ઞાના કારણે બહુમતીવાદનું આકર્ષણ થાય. આ આકર્ષણ જિનવચનને અત્યંત અમાન્ય છે. આવો સાધુ લોકસંજ્ઞાને ત્યજી દે છે, લોકોના પ્રવાહના સામે પૂરે તરે છે, પ્રતિશ્રોત ગમન કરે છે. લોકોના અભિપ્રાયને અનુસરીને રહેવું તે અનુશ્રોત ગમન અને લોકોના અભિપ્રાયથી વિપરીત ગમન કરવું તે પ્રતિશ્રોત ગમન. આવો સાધુ સદા શુભયોગોમાં પ્રવર્તે છે અને શ્રમણધર્મના ક્રિયા-કલાપને શુભ રીતે ધારણ કરે છે તેથી તે યોગી છે એવું અરિહંતે કહ્યું છે. અરિહંતો ઉમેરે છે કે લોકસંજ્ઞા રૂપ નદીમાં સામે પૂરે તરનારો આવો સાધુ સંયમનો આરાધક છે, મહાવ્રતોને જેવા સ્વીકાર્યા છે તેવા યથાગૃહીત પાળનારો છે, અતિચારરહિતપણે સર્વ ઉપધિઓથી વિશુદ્ધ બનતો રહે છે. હવે, આ સાધુ એવા જ ભવોને ધારણ કરશે કે જે જન્મરહિત અવસ્થા એટલે કે મોક્ષના સંસાધક બનનાર હશે. જેમ અંધ વ્યક્તિની ભોગક્રિયા નિરસ-નિરર્થક બને છે અને દેખતી વ્યક્તિની ભોગક્રિયા સરસ સાર્થક ઠરે છે તેમ હવે આવા सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् । - 154
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy