________________
• તેજલેશ્યાનો અર્થ :
તેજોવેશ્યા શબ્દનો અહીં પ્રાકરણિક અર્થ માનસિક સુખનો અનુભવ થવો તે છે. આમ, ૧ વર્ષના સંયમ પર્યાયમાં તો ગુરુ બહુમાન ધરાવનારો સાધુ સર્વદવોને જેટલું માનસિક સુખ છે તેથી પણ અધિક માનસિક સુખની સ્પર્શના કરી લે છે અને એ પછી ઉત્તરોત્તર શુક્લ શુક્લાભિજાત બનતો જાય છે. • શુક્લ અને શુક્લાભિજાત્યનો અર્થ :
૧૨ = બાર માસથી વધુ દીક્ષા પર્યાયવાળા સાધુને ચિત્તનું સુખ એટલું વિપુલ પ્રમાણમાં છે કે તે તેના કારણે સતત શુક્લ અને શુક્લાભિજાત્ય બનતો જાય છે એવું આગમમાં કહ્યું છે. (૧) અહીં, “શુક્લ’નો અર્થ છે કે એવો મનનો પરિણામ, જેમાં
ઈર્ષ્યા નથી, કૃતજ્ઞતા તો ભરપૂર છે, આરંભરહિત વૃત્તિ છે અને હિતનો જ અનુબંધ છે. શુક્લ એટલે ઈષ્યરહિત, નિરારંભી,
કૃતજ્ઞ અને સાનુબંધ હિતબુદ્ધિ પામેલો સાધુ. (૨) શુક્લાભિજાત એટલે કૃતજ્ઞતા, હિતનો અનુબંધ, અનિર્ણા અને
નિરારંભભાવ.. એવા જે ચાર ગુણો ઉપર કહ્યાં તે જ ગુણોની વિશિષ્ટ પ્રકૃષ્ટતાને પામેલો સંયમી...
આવા શુક્લ – શુક્લાભિજાત સંયમીને અશુભ કર્મના અનુબંધો પ્રાયઃ એવા તો છેદાઈ ગયેલાં હોય છે કે તે ઈર્ષ્યા – કૃતજ્ઞતા જેવા દોષોને સ્પર્શતો સુદ્ધાં નથી અને તેથી તેવા દોષોના નિષ્પાદક અશુભ કર્મનો બંધ પણ પ્રાયઃ કરતો નથી.
પ્રાયઃ અહીં કહ્યું એનો સૂચિતાર્થ એ છે કે ક્વચિત્ આવા દોષોનો અનુભવ આવા શુક્લ-શુક્લાભિજાત સંયમીને પણ સંભવી શકે છે. કર્મની તાકાત વિચારી ન શકાય એટલી લાંબી છે.
153
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।