________________
इहैव युक्त्यन्तरमाह - भगवद् बहुमानेनाऽ चिन्त्यचिन्तामणि कल्पतीर्थङ्करप्रतिबन्धेन । कथमयमित्याह - यो मां प्रतिमन्यते भावतः सुगुरूमित्येवं तदाज्ञा । इत्थं तत्त्वं व्यवस्थितम् ।
“પંચસૂત્ર પ્રકાશ': • ગુરુ બહુમાન માટે “ધવંતરી’નું હૃદય ભેદી દષ્ટાંત ઃ
કોઈ પ્રાણી કોઢ જેવા અસાધ્ય મહારોગથી ઘેરાયો છે, રોગની વેદનાને નિરંતર અનુભવે છે, એટલું જ નહીં, રોગની બિભીષિકાને પણ બરાબર જાણે છે કેમકે તેણે રોગના સ્વરૂપનું જ્ઞાન મેળવેલું છે.
એવું નથી કે ખરજવાનો દર્દી શરીરને ખણતો રહે, ખણી ખણીને રોગને વધારતો રહે છતાં રોગથી રાહત મેળવ્યાનો વિપર્યય અનુભવે એવી તેની વિપર્યયગ્રસ્ત દશા છે. તે તો રોગના રૂપને યથાર્થ રીતે જાણે છે અને એથી જ પોતાને થયેલાં મહારોગથી તે કંટાળેલો પણ છે.
આવી સ્થિતિમાં કોઈ નિષ્ણાત વૈદ્ય તેને મળ્યાં. વૈદે તેના મહારોગના લક્ષણોને બરાબર ચકાસ્યા અને એ પછી ચિકિત્સા શરૂ કરી. રોગી પણ વૈદ્યના વચન અનુસાર વિધિપૂર્વક દેવતા વિગેરેની પૂજા કરે છે, યદચ્છાચાર = સ્વેચ્છાચારનો પરિહાર કરીને રોગની શાંતિ માટેની સુક્રિયા સ્વીકારતો જાય છે અને રોગના ભયથી ચિકિત્સાને અનુકૂળ આવે તેવું તુચ્છ અને પથ્ય ભોજન લે છે. આમ, પથ્થસેવન, ઔષધ અને દેવપૂજા વિગેરેના કારણે ધીરે ધીરે શરીર પરથી ખસર વિગેરે દૂર થતાં જાય છે તેથી રોગની નિવૃત્તિને અનુભવે છે, પણજ પણ ઓછી થઈ રહી છે તેથી વેદનાની શાંતિને અનુભવે છે અને આરોગ્યનો પ્રથમ અંશતઃ અનુભવ કરે છે, ક્રમશ: વધુ અનુભવ કરે છે...
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
122