________________
આમ, નિષ્કર્ષ એ છે કે માર્ગાનુગામી જીવે કરેલી શ્રુત વિરાધના વિરાધના હોવા છતાં તેમને તેમની કક્ષાનુસાર લાભ પણ કરાવે છે. આથી સ્તો કહ્યું છે કે –
मुनेर्मार्गप्रवृत्तिर्या सदोषाऽपि गुणावहा ।
कण्टकज्वरसन्मोहयुक्तस्येव सदध्वनि ॥ કાંટાથી વીંધાયેલ હોય, તાવથી સેકાતો હોય, ઉન્માદને પામેલો હોય તો પણ સાચા માર્ગમાં ટકેલાંને જેમ વિલંબથી પણ મંઝિલ મળે છે તેમ માર્ગસ્થ સાધુની અતિચારમય - દોષમય પ્રવૃત્તિ પણ પરંપરાએ ગુણનું કારણ બને છે.
આમ, માર્ગાનુગામી જીવે વિરાધનાપૂર્વક ભણેલું શ્રત પણ ભાવથી શ્રત રૂપ છે કેમકે તે સમ્ય બોધથી ઓછા કે વધુ પ્રમાણમાં સંયુત હોય છે. આવો માર્ગાનુગામી વિરાધક નિયમા સબીજ છે એટલે સમ્યગ્દષ્ટિ છે.
આવી ગુણ અખંડનકારી વિરાધના સમ્યગ્દષ્ટિ જીવો જ કરી શકે, અસમ્યગ્દષ્ટિ જીવ નહીં. આવા સમ્યગ્દષ્ટિ જીવોના ક્લિષ્ટ કર્મો પ્રાયઃ નિરૂપક્રમ હોય છે તેથી તેઓ વિરાધના કરવા છતાં ગુણનું ખંડન રોકી શકે છે અને કોઈ નિરૂપક્રમ ક્લિષ્ટ કર્મનો ઉદય પણ તેમને થયો છે તેથી તેઓ અપાયો ભરેલી વિરાધનાને વશ પણ બને છે. મક મૂલમ્
निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणमाइसंगए पंचसमिए तिगुत्ते । अणत्थपरे एयच्चाए अवियत्तस्स, सिसुजणणिचायनाएण । वियत्ते एत्थ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
128