________________
તો સ્પષ્ટ થાય, ક્યાંક ૩ વપૂરમાં સમાવેશ નહીં પામેલાં પરંતુ બૃહસ્ટીકામાં વર્ણવાયેલાં હોય તેવા અગત્યના પદાર્થોનું પણ સાંગોપાંગ સ્પષ્ટીકરણ થઈ જાય.
પ્રથમ વપૂરિનું સંશોધન શરૂ કર્યું. સંશોધન કાર્ય તો વિ.સં. ૨૦૭૦માં પ્રારંભ્ય અને પૂર્ણ પણ કર્યું પરંતુ અન્ય કાર્યોની વ્યસ્તતાના કારણે ગુજરાતી વિવેચનના પ્રારંભમાં જ બે વર્ષનો સમય વ્યતીત થઈ ગયો.
અંતે વિ.સં. ૨૦૭૩માં ચૈત્ર વદ-૧૦ના દિને શ્રી પાનસર તીર્થમાં તીર્થાધિપતિ શ્રી વીરપ્રભુની આજ્ઞા ગ્રહણ કરીને વિવેચન લખવાની શરૂઆત કરી અને વૈશાખ સુદ-૫ના દિને કલિકાલ કલ્પતરૂ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મધુર છત્રછાયા પામીને તે કાર્યનો વેગ વધાર્યો. શ્રીમદ્ શંખેશ્વર પ્રભુના પ્રસાદથી વિવેચનનું લેખન જેઠ સુદ-૯ના રોજ સંપન્ન
થયું.
0 ગ્રંથકાર અંગેનો પ્રચલિત અભિપ્રાય વિચારણીય છે!
પચસૂત્રના કર્તા કોણ છે? તેનો નિર્ણય થઈ શકે તેમ નથી કારણ કે તે માટે આવશ્યક બને તેવી ઇતિહાસ સામગ્રી પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ બનતી નથી.
વર્તમાનકાળમાં કેટલાંક સંશોધનકાર સૂરિ ભગવંતોએ એવો દાવો કર્યો છે અને તે દાવાને લિખિતમાં વસ્તુસ્થિતિ તરીકે પણ મુદ્રિત કરી દીધો છે કે પસૂત્રમ્ ના રચયિતા ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા, પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મા છે પરંતુ આ દાવો વસ્તુસ્થિતિથી વિપરીત જણાઈ રહ્યો છે અને તેના બે કારણો છે. ૧. પ્રસ્તુત ગ્રંથ પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સુ.મ.ની કૃતિ છે તેવો નિર્ણય કરી આપતું કોઈ પ્રમાણ, ઉલ્લેખકે પ્રશસ્તિ અદ્યાપિ પ્રાપ્ત થતાં નથી.
પ્રસ્તાવના