SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જ “પંચસૂત્ર પ્રકાશ' : અલ્પસંસારી અને શુક્લપાક્ષિક એવો દીક્ષાર્થી દીક્ષાના સ્વીકાર માટે જ્યારે નિરૂપાય બની જાય ત્યારે અંતે માતા-પિતા કે પત્નીની નાસંમતિ હોવા છતાં પણ તેમનો ત્યાગ કરીને દીક્ષા લઈ લે. આ રીતે ગ્રહણ કરેલી દીક્ષા પણ સરવાળે માતા-પિતાના આત્મિક ઔષધરૂપ હોવાથી યોગ્ય છે. દીક્ષાર્થી દીક્ષા લઈને અને કાળક્રમે તેવું સામર્થ્ય પામીને પોતાના સંયમના વિરોધી તેવા મા-બાપ વિગેરેને સમ્યકત્વ પમાડી દે છે. જે સમ્યક્ત મા-બાપ વિગેરે સ્વજનોનું આત્મિક ઔષધ છે; જયાં મરણ જ નથી તેવા મોક્ષની પ્રાપ્તિનું અમોઘ બીજ છે અને જે મરણ પછી મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે તેવા અંતિમ મરણ રૂપ નિર્વાણનું કારણ છે. લાયક પુરુષે આ રીતે પણ આવું સમ્યક્ત રૂપ ઔષધ આપીને મા-બાપને જીવાડવા જ જોઈએ. અહીં પ્રશ્ન એ થાય કે, વિરાગી બનેલાં સંતાને વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કરવા માટે માતા-પિતાની સંમતિ શા માટે લેવાની ? તેમની સંમતિ માટે આટલી મહેનત કેમ કરવાની ? તો તેનો જવાબ એ છે કે માતા-પિતા વ્યક્તિના અનંત ઉપકારી છે. તેમનાં ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી : સુષ્મતીવા માતા-પિતરૌ ! આવા અપ્રતિકાર્ય ઉપકારોને કરનારા મા-બાપને અસમાધિ થાય, તેઓ પાપાનુબંધી પાપ બાંધે, તેમના આત્માનું અહિત થાય તેવું સર્જન વ્યક્તિ સ્વપ્ન પણ ઇચ્છી શકે નહીં. સ્વયંનું આત્મહિત પણ તેમને પાપાનુબંધી પાપ ન બંધાવે તે રીતે કરવું તે જ સજજનોને યોગ્ય ધર્મ છે. ૨૪માં અરિહંત અહીં દષ્ટાંત રૂપ છે. सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् । 112
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy