SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ પંચસૂત્ર પ્રકાશ' : મોક્ષમાં આત્માની જેવી અવસ્થા હોય છે તેથી સંપૂર્ણતઃ વિપરીત સ્થિતિ સંસારમાં હોય છે. સંસારનું સ્વરૂપ મોક્ષ કરતાં તદ્દન વિરુદ્ધ છે. અહીં, જન્મ-મરણની પરંપરા નિરંતર ચાલ્યા કરે છે અને એથી તમામ ઉપદ્રવોની પેદાશ કાળાંતરે અને ક્ષેત્રમંતરે થતી જ રહે છે. પર્યાયનયથી જોતાં સંસારમાં જે સુખી છે તે પણ દુઃખી જ છે અને જે-જે વસ્તુ સદ્ભુત છે તે પણ અસદ્ભુત છે. સંસાર જ તેવો વિપર્યાસમય અને વિરોધાભાસી છે. સંસારની સમગ્ર સ્થિતિ સ્વપ્ન જેવી છે જે પરસ્પર અત્યંત આકુળ-વ્યાકુળ અને અસ્થિર બનેલી હોય છે. તેથી હે પ્રિયજનો ! સંસાર પ્રત્યેના રાગથી સર્યું. મારા ઉપર હવે તમે ઉપકાર કરો અને આવા અનર્થમય સંસારને ત્યજી દેવા માટે તમે તત્પર બનો ! હું પણ તમારી સાથે સંસાર છેદ કરીશ. હું જન્મ-મરણથી કંટાળી ગયો છું. ગુરુકૃપાથી હવે મારું ઇચ્છિત આવા સંસારનો ત્યાગ જ છે. • સ્વજનોની સાથે સંયમ લેવું તે પ્રથમ ઉપાય છે ? આ પ્રમાણે સંયમેચ્છ આત્મા માતા-પિતાને પ્રતિબોધ આપે. એ જ રીતે પત્ની વિગેરેને પણ તેમની ભૂમિકાનુસાર બોધ આપે અને તે સૌ તત્પર બને તો માત-પિતા-પત્ની વિગેરેની સાથે સંયમ ગ્રહણ કરે. દીક્ષા લેવા માટેનો પ્રથમ ઉપાય આ છે એવું અરિહંતનું વચન છે. 99 तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy