SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல 3. સંશોધકની કલમે તમામ ચૌદપૂર્વીઓનું સૂત્રાત્મક જ્ઞાન સમાન હોય છે. પણ અર્થાત્મક જ્ઞાનમાં અનંતગણો તફાવત હોઈ શકે છે એનું કારણ મતિજ્ઞાનવરણીયના ક્ષયોપશમની તરતમાતા! એમ વર્તમાનકાળમાં ૪૫ આગમોનો અભ્યાસ કરનારા અનેક પુણ્યાત્માઓ છે, પણ બધાને એનાથી થતો અર્થબોધ એક સરખો નથી હોતો. એમાં ઘણો તફાવત હોઈ શકે છે હા! એ અલગ અલગ પ્રકારના કરોડો અર્થબોધ થાય તો પણ એ બધા સાચા જ, જો એ શાસ્ત્ર સાથે વિરોધવાળા ન હોય. મારા વિદ્યાગુરુ પૂ.મુ. ગુણહંસ વિ.જીએ આગમાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો, અમને કરાવ્યો અને પોતાના ક્ષયોપશમ મુજબ ગ્રન્થોમાં ઉંડા ઉતરીને એના રહસ્યો કાઢવાનો પ્રયત્ન કર્યો. પૂજ્યપાદ દાદા ગુરુદેવ સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની ભાવના કે “સાધુઓ સંસ્કૃતમાં રચના કરે....” એ નજર સામે રાખીને તેઓશ્રીએ એ રહસ્યો સંસ્કૃત ભાષામાં ઢાળી દીધા... અને એ નૂતન ગ્રન્થને નામ આપ્યું સિદ્ધાન્તરહસ્યબિન્દુ! પૂજ્યપાદ યુગપ્રધાનાચાર્યસમ ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિ.મ.સાહેબની એક હાર્દિક ભાવના કે “સંયમીઓ સ્વાધ્યાય-સંયમ-સ્વભાવનો ત્રિવેણી સંગમ બનીને સ્વ-પરનું હિત કરનારા બને..' એ ભાવનાને સાકાર કરવા માટે લેખકશ્રીએ પ્રસ્તુત ગ્રન્થમાં ઘણી મહેનત કરી છે. આ ગ્રન્થમાં લેખકશ્રીએ ‘ભવ્યજીવોને શાસ્ત્રનો સ્પષ્ટ બોધ થાય.” તેવી હિતબુદ્ધિથી જે રહસ્યો પ્રગટ કર્યા છે. તેમાંના કેટલાક પદાર્થો વર્તમાનકાલીન પરંપરાથી કંઈક અલગ છતાં શાસ્ત્ર-અબાધિત હોવાથી પ્રગટ કર્યા છે અને ત્યાં સ્પષ્ટપણે વારંવાર ખુલાસો કરેલો છે કે “ગુરુપરંપરાથી ચાલતી સામાચારી પ્રમાણે જ આચરણ કરવું, સામાચારીભંગમાં મોટો દોષ છે..” વગેરે. ખ્યાલ રાખવો કે શ્રુતજ્ઞાન ઉત્સર્ગ-અપવાદ, વ્યવહાર-નિશ્ચય, જ્ઞાન-ક્રિયા વગેરે રૂપ અનેકાન્તવાદને સાપેક્ષ છે, માટે કોઈક એક અપેક્ષાથી લખાયેલો પદાર્થ બીજી અપેક્ષાથી અલગ પણ હોઈ શકે છે અને એ લેખકશ્રીને માન્ય જ હોય છે. એટલે એવી બીજી અપેક્ષાને લઈને ખંડન કરવાને બદલે અનેકાન્તવાદથી સમન્વય કરવાની વૃત્તિ સહુ રાખે એવી અપેક્ષા. સિદ્ધાન્તરહસ્યબિન્દુ સામાન્ય નામ છે. લેખકશ્રીની ભાવનાની મને ખબર છે કે “તેઓ તમામ આગમો ઉપર આ જ નામથી સંસ્કૃતમાં રહસ્યો લખવા ઈચ્છે છે.' આ તો માત્ર આરંભ જ છે. આ ગ્રન્થમાં ઓઘનિર્યુક્તિ આગમ અને એની દ્રોણાચાર્યની વૃત્તિ.... આ બેમાંથી મહત્ત્વની પંક્તિઓને અલગ તારવી લઈને એના ઉપર સંસ્કૃતમાં વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો છે. ભૂલો હોય, તો ખુશીથી જણાવશો... ગ્રન્થ ગમે, તો સહુને વંચાવશો.... છદ્મસ્થ છીએ, એટલે લેખકશ્રી કે અમારાથી આજ્ઞાવિપરીત કંઈપણ લખાયું હોય. તો મિચ્છામિ દુક્કડ... 45 મુનિ જયભૂષણ વિ. ஒலைவஓைலைலைலைலைலைலைலைலை सिद्धान्त रहस्य बिन्दुः
SR No.023163
Book TitleSiddhant Rahasya Bindu
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages206
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy