________________
દયાંજલિ
જ જેમના રોમેરોમે પરમાત્માની આજ્ઞા પ્રત્યે અવિચળ બહુમાન છે... જેમના કરપુર સદા માટે ગુરુવચનને ઝીલવા તત્પર છે... જ જેમના હૃદયમાં શાસ્ત્રવચનોનો ગંભીર ઘૂઘરાયુ ધબકે છે. જેમના નેત્રોની કરૂણા અરિહંત ભગવંતના આર્હત્ત્વની સ્મૃતિ કરાવે છે...
જેમના વિચારોમાં રમતી આત્મરમણતા સિદ્ધ ભગવંતના નિર્મલ આત્મસ્વરૂપનો પરિચય કરાવે છે.
• જેમની મુખમુદ્રા ઉપર રમતી ગંભીરતા આચાર્યભગવંતના અસાધારણ કોટિના ગુણોની યાદ અપાવે છે.. જેમના ત્રિકરણયોગમાં ચમકતું જ્ઞાનનું અનુશાસન ઉપાધ્યાય ભગવંતની જ્ઞાનસાધના દૃષ્ટિપથમાં પસરાવે છે.
• જેમના ગાત્રોની મલિનતાં પંચમ પરમેષ્ઠિની પરમનિર્મલતાના દર્શન કરાવે છે...
* મહામુનિઓની સાધનાના સ્મરણે જેમના નયનોમાં ઉપસી આવતા અશ્રુઓ શ્રમણ ભગવંતના સાધનાના તલસાટની ઓળખાણ આપે છે...
તે આ કળિકાળને પણ શોભાવતા તમામ સંયમીઓના કરકમલમાં એક નાનીશી ભેટ
ગુણહંસ વિજય