SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અધ તે અનાદિ અને અનંત છે, તેઓ કોઈ કાળે કમથી સપૂર્ણ પણે મુક્ત થવાના નથી. એક અંધ અનાદિ અને સાન્ત છે. તેની આદિ નથી પણ અંત છે. ખીને મધ સાદિ અને સાન્ત છે. સમક્તિ પામ્યા પછી ક્રમની પ્રકૃતિ ખોંધાય તે આદિ થઇ. સમ્યજ્ઞાનથી તેના ક્રમ ક્ષય થતાં અંત થાય છે. આ રીતે કમ બધ અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. (૧) અનાદિ અન’ત (ર) અનાદિ સાંત (૭) સાદિ સાંત. જ્ઞાનીઓએ મેાક્ષતત્ત્વના સ્વરૂપની ચર્ચા બંધની સાથે સાથે કરી છે. ગાઢ બંધનથી ખંધાયેલેા જીવ પણ આત્માનું સત્ય સ્વરૂપ સમજાય ત્યારે પુરૂષાર્થ કરી, કમ સાથે યુદ્ધ કરી, સ ́પૂર્ણ રીતે કમના નાશ કરી મુક્ત થાય ત્યારે તે માક્ષ પામ્યા એમ કહેવાય છે. જ્યાં સુધી કમ નું અસ્તિત્વ છે ત્યાં સુધી મેાક્ષ સંભવે નહિ. જ્ઞાની કહે છે મેાક્ષ અને ધનુ' સ્વરૂપ સમજો. જ્યાં સુધી બંધને જાણેા નહિ ત્યાં સુધી તેનાથી દૂર કેવી રીતે રહેવાય ? બંધુઓ ! નવતત્વમાં મેાક્ષના નબર છેલ્લા છે અને મધના નંબર મેાક્ષથી પડેલા છે. જ્ઞાની પુરૂષા તેમની ગંભીર વાણી દ્વારા સરળ ભાષામાં ઉપદેશ આપે છે કે તમે નવ તત્ત્વનું સ્વરૂપ સમજો. મ ́ધતત્ત્વ, મેાક્ષતત્ત્વ એમ માત્ર મેઢેથી ખેાલી જવાથી કંઈ વળવાનું નથી. વિચાર કર કે તમે પાતે એનાથી ખંધાયેલા છે, અને બંધનમાંથી છૂટી મેક્ષ મેળવવાની શક્તિ પણ તમારામાં છે. અંધનમાં પડેલેા આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે અનંત સુખ, વીય, શક્તિ તેનામાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે. કોઈ એક માણસે સરકારી ગુન્હા કર્યાં, તેથી તેને જન્મટીપની સજા થઈ. તેને જેલમાં સખત મજુરી કરવી પડે છે. સગાંવહાલાઓના વિયેાગ સહન કરવા પડે છે. ત્યાં તેના દુઃખના કોઇ પાર નથી. આવા ગુન્હેગારને માફી મળે અને તે જેલમાંથી છૂટ ત્યારે તેને કેવા આનંદ થાય? એક સરકારની જેલમાંથી છૂટતાં જો આટલે બધા આન ંદ થાય તા આ સંસારની જેલમાંથી હ ંમેશને માટે મુક્તિ મળતાં કેટલેા આનંદ થાય ? આપણા આ ચૈતન્ય દેવ-આત્મા અનાદિકાળથી ચાવીસ દડકની જેલમાં પુરાયેલે છે, પશુ તેને ભાન નથી કે તે બંધનમાં છે. અને હજી એવા કર્માં ક્યે જાય છે કે તેનુ' બંધન ઉત્તરાત્તર દૃઢ થતુ જાય છે, અને તે અનેક જાતિ, ગતિ અને દંડકમાં મંધાતા પરિભ્રમણ કર્યાં કરે છે. । દેવાનુપ્રિયા,1 જ્યારે સ'સારના વેગ આત્મ સ્વરૂપ તરફ ઢળે ત્યારે તેને સમજાય કે તેને આત્મા ચાર ગતિ અને ચાવીસ દંડકની જેલમાં પૂરાઈ પરિભ્રમણ કરી રહ્યો અને દુઃખી થઈ રહ્યો છે. જ્યારે તેને બંધન વિષેનુ ભાન થાય અને સાચુ જ્ઞાન આવે ત્યારે તે બંધનમાંથી છૂટવાના ઉપાયાનું આચરણ કરે છે. શેઠ હાય કે સેનાપતિ હાય, રાજા હોય કે ભિખારી હાય, પણ જ્યાં સુધી તેને બંધ અને મેાક્ષનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી તેના પુરુષાથ ધનને વધુ ને વધુ મજબૂત કરવામાં વપરાય છે. ગમે તેવા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy