SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ કામ કરતી વખતે વિચાર નથી કરતે. પણ યાદ રાખજો કે જ્યાં સુધી મહાન પુણ્યને ઉદય હશે ત્યાં સુધી તમે ગમે તેમ કરીને છટકી જશે. પણ પાપને ઉદય થતાં કમે કદી છુપા રહેવાનાં નથી. રાજાએ ભરસભામાં લાવીને હુકમ કર્યો કે આ માણસના કપડાં ઉતારી નાખે. સભાજને અંદરોઅંદર બોલવા લાગ્યા કે મહારાજાની બુદ્ધિ બગડી ગઈ લાગે છે. આટલાં માણસો વચ્ચે આ માણસનાં કપડાં ઉતારી નાંખવાનું કહે છે! પણ જ્યાં એના કપડાં ઉતારી લીધાં તે એ માણસ, સ્ત્રીને બદલે પુરૂષ નીકળે. ત્યારે સૌને થયું કે આ માણસ દુષ્ટ લાગે છે. પછી રાજાએ બધી વાત જાહેર કરી અને કહ્યું કે આ દુષ્ટની આંખો ફેડી નાંખે. નાક, કાન કાપી નાંખે અને જીભ ખેંચી નાંખે. આટલું કર્યા પછી આખા ગામમાં ફેરવી ઢઢેરો પીટાવ્યું કે જે માણસ પરસ્ત્રીગમન કરશે તેને આવી શિક્ષા ભેગવવી પડશે. એટલું જ નહિ પણ પરલોકમાં-નરકગતિમાં તે તેનાથી અનંત ગણી સજા આ જીવને ભોગવવી પડે છે. પરસ્ત્રીગમન કરનારને પરમાધામીઓ લેખંડની ધગધગતી પૂતળી સાથે આલિંગન કરાવે છે. આમ અનેક રીતે કર્મની સજા નિમિત્તે જીવને અનંત દુઃખ ભેગવવાં પડે છે. પેલે વહેપારી જંગલમાં એકલે ગુરે છે. આપઘાત કરવાનો વિચાર કરે છે. ત્યાં એને કેઈ સંત મળી ગયા. સંત પૂછે છે ભાઈ! શા માટે રડે છે? ત્યારે કહે છેઃ રાજાએ મારું સર્વસ્વ જપ્ત કરી મને દેશનિકાલની સજા કરી છે. પણ પોતે જે ગુન્હો કર્યો છે તે પ્રગટ કરતું નથી. સંત પૂછે છે ભાઈ! તને શા માટે રાજાએ દેશનિકાલ કર્યો ? તે કંઈક ગુન્હ તે કર્યો જ હશેને? ગુન્હા વિના કદી શિક્ષા થતી નથી, પણ આજે માણસ સ્વદોષ પ્રગટ કરતો નથી. પણ પરના જ દોષ દેખે છે. પણ જ્ઞાની તે કહે છે કે આત્મા! તું જ્યાં સુધી સ્વદોષ ન જોતાં પરદેષ જોયા કરીશ ત્યાં સુધી ત્રણે કાળમાં તારે ઉદ્ધાર થવાનું નથી. સંતે ખૂબ પૂછ્યું ત્યારે પેલા માણસે કહ્યું કે મેં હજારો ગુન્હા કર્યા પણ પકડાય નહિ. પણ આ વખતે એક મામુલી ગુન્હ કર્યો તેમાં પકડાઈ ગયો. ત્યારે સંત કહે છે, તે ગુન્હ કર્યો ત્યારે તારા સ્વજનથી તારે અલગ થવું પડ્યું ને? આજે તારે બધું છોડવું પડયું પણ છેડતાં આવડ્યું નથી તેથી તેને અકળામણ છે. તમારા ગામમાં હાલમાં જે રાજા છે એના પિતાશ્રીએ શું કર્યું? ત્યારે પેલે માણસ કહે છે બાપુજી! એ મહારાજા તે રાજવૈભવ અને સમૃદ્ધિ છેડીને સાધુ બની ગયાં છે. સંત કહે છે એ રાજકુમારને પિતા જે સાધુ બની ગયો તે બીજે કઈ નહિ પણ તે હું પિતે જ છું. તું પણ ઘરબાર છોડીને જંગલમાં આવ્યા છે અને હું પણ છોડીને આવ્યો છું. છતાં તારા અને મારામાં કેટલો બધે ફરક છે! તું રડે છે, મૂરે છે અને હું તે સદા આનંદમાં મસ્ત રહું છું. કારણ કે મેં સમજણપૂર્વક - સ્વેચ્છાથી છોડ્યું છે. પણ તે પરાધીનપણે છોડ્યું છે. માટે તું રહે છે. પણ હવે તું સમજી લે કે તારા કરેલાં કર્મોનું જ આ ફળ છે એમ સમજીને સમતાભાવ રાખીને આવેલું કષ્ટ સમભાવે ભોગવી લે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy