SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ Co ટૂંકમાં કહેવાનો આશય એ છે કે પિતાએ પુત્રોને મેહ રાખી પહેલી જિંદગીમાં ધર્મધ્યાન ન કર્યું, દાન ન કર્યું. પુત્રોના વર્તનથી પિતાની આંખ ખુલી ગઈ, અને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. મિત્રની શિખામણથી શેઠે આ કામ કર્યું. અને પિતાના ભાગની મિલકત દાનમાં વાપરી. અને છેલ્લી જીંદગી ધર્મધ્યાનમાં વીતાવી. પિતા આવું કરત નહિ પણ પુત્રો પિતાની ફરજ ભૂલી ગયાં. એમ વિચાર ન કર્યો કે આપણે માટે પિતાએ કેટલું કષ્ટ વેઠયું છે! સવા સવા લાખ રૂપિયાની મિલકત મળવા છતાં પિતાને સાચવી ન શક્યા ત્યારે બાપને આ કાર્ય કરવું પડયું. જેજે, અહીં બેઠેલા વૃદ્ધ બાપાઓ આવું ન કરતા. ફક્ત સાર એટલે જ ગ્રહણ કરવાને છે કે પિતાએ પુત્ર અને પુત્રોએ પિતાનો પ્રેમ સંપાદન કરવાની જરૂર છે. પ્રેમમાં સ્વાર્થ ન હૈ જોઈએ. દેવાનુપ્રિયે! એવું જીવન જીવી જાવ કે દુનિયા તમને યાદ કરે. પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે રામચંદ્રજી વનમાં ગયાં. રામ-લક્ષમણ અને સીતાજી માતા પિતાને વંદન કરી મહેલ છોડીને ચાલ્યા ગયાં. મહેલ કારાગાર જે સૂને લાગવા માંડયા. ત્યારે દશરથ રાજા રાણીઓ સહિત તથા આખી અયોધ્યા નગરીના પ્રજાજને રામની પાછળ જાય છે, વહેપારીઓએ માલ-મિલકત ભરેલી દુકાને ખુલ્લી મૂકી દીધી. કેઈ જેવા પણ ન રહ્યું કે પાછળ શું થશે? આખી અધ્યાનગરી સૂનકાર બની ગઈ. રામે પાછું વાળીને જોયું તે અયોધ્યા નગરીની સમસ્ત પ્રજા પિતાની પાછળ ચાલી આવે છે. પૂજ્ય પિતાજી પણ પાછળ આવે છે. તરત જ રામચંદ્રજી ઉભા રહી ગયા. કહે છે પિતાજી! આપનાથી ન અવાય. આપ ઉભા રહો. ખૂબ સમજાવીને પાછા મોકલ્યા. રામના વિયેગથી દશરથ રાજા બેભાન થઈ ગયા. પ્રજાજને ધાર આંસુએ રડી રહ્યાં છે. જ્યાં સુધી રામ દેખાયા ત્યાં સુધી સી સજળ નેત્રે જોઈ રહ્યા. કહેવાનો આશય એ છે કે એ પણ માનવ હતાં. તમે પણ માનવ છે. એક માણસ સદ્દગુણની સૌરભ ફેલાવે છે. બીજે દુર્ગુણની દુર્ગધ ફેલાવે છે. એકના મૃત્યુ પાછળ કંઈક છે રડે છે. વર્ષો સુધી એને યાદ કરે છે, જ્યારે એક મરી જાય છે તે એને કોઈ યાદ પણ કરતું નથી. રામચંદ્રજીએ પ્રજાને કેટલે પ્રેમ સંપાદન કર્યો હશેતમે પણ આવું જીવન જીવતાં શીખે. દિવાળીના દિવસોમાં દીન-દુઃખી ઉપર દયા લાવી એ દુખ દૂર કરજે યથાશક્તિ દાન કરે છે. તે જ તમે સાચી દિવાળી ઉજવી છે. ભગુ પુરોહિત કહે છે કે હિત મચની જેમ કામભોગની જાળ છેદીને હું પુત્રની સાથે દીક્ષા લઈ તપ-સંયમમાં રમણતા કરીશ હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy