SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ so૮ ઘેર નથી આવવું. મારી પાસે મિલ્કત છે, તેમાંથી રસોઈયે રાખી લઈશ. કામ કરનાર કર રાખીશ અને આરામથી ખાઈશ. પુત્રો કહે છે, ચાર ચાર દિકરા બેઠા હોય અને તમે એકલા જુદા રહો તે અમારું નાક જ કપાઈ જાય ને! અમે તમને એકલા તે નહિ જ રહેવા દઈએ. પુત્રોને ખૂબ આગ્રહ જોઈ ને શેઠ કહે ભલે. પુત્રોને ઘેર ગયા. હવે તે બાપાજીના માન પાન વધી ગયા. પુત્ર-વધૂએ પણ પ્રેમથી સેવા કરવા લાગી. રોજ રોજ બદામને શીરે, લાપશી વગેરે નવું નવું ભોજન બનવા લાગ્યું. દેવાનુપ્રિયે! બાપા તે તેના તે જ હતાં પણ આ બધો ચમત્કાર બાપાની પાસે ધન હતું તેને હતે. હવે બાપાની આંખ ઉઘડી ગઈ હતી. થોડા દિવસ પછી બાપા કહે છે બેટા! મારે હવે તે દાન-પુણ્ય કરવું છે. મારે ૨૫,૦૦૦ રૂપિયા જીવદયામાં વાપરવા છે. આ પેટી ખોલીને તેમાંથી એક હીરા વેચી નાંખુ. પુત્રો કહે :- ના બાપા, આ બધું તમારું જ છે ને ? તમે શા માટે સંકેચ રાખો છે? મોટા પુત્રે ૨૫,૦૦૦ રૂપિયા આપ્યા. તે જીવદયામાં વાપરી નાંખ્યા. બે ત્રણ મહિના થયા એટલે બીજા દિકરાને કહે છે મારે શાનદાનમાં પૈસા વાપરવા છે. પુત્ર કહે છે બાપુજી! તમે જેમ કહે તેમ કરવા તૈયાર છું. ૨૫,૦૦૦ રૂપિયા લઈને જ્ઞાનદાનમાં વાપર્યા. આ રીતે ત્રીજા પુત્ર પાસેથી ૨૫,૦૦૦ લઈ ગરીબની સેવામાં વાપર્યા. ચોથા પુત્ર પાસેથી રૂપિયા લઈને જુદી જુદી સંસ્થાઓમાં વાપર્યા. આખા ગામમાં શેઠની વાહ વાહ બોલાવા લાગી. ઘડપણમાં શેઠની મતિ સુધરી ગઈ કેટલું બધું દાન કરે છે ! દાનેશ્વરી તરીકે શેઠ પ્રખ્યાત થયાં. કે થોડા સમયમાં શેઠને અંતકાળ નજીક આવ્યું. શેઠે પિતાના પુત્રોને બોલાવીને કહ્યું:હે વહાલા પુત્રો! આ પેટી તમને સેંપું છું એમાં મેં તમારા, પુત્રવધૂઓના નેકરના. બધાને ભાગ પાડીને જુદી જુદી ડબ્બીઓ મૂકી છે. તમારે કોઈ જાતની ચિંતા જ ન રહે. મારા મરણ પછી કારજ પતી જાય ત્યારબાદ ભેગા થઈને આ પેટી ખેલજે. શેઠ તે ચાલ્યા ગયા. શેઠનું અવસાન થયા તેર દિવસ થઈ ગયાં. ચૌદમે દિવસે કુટુંબ ભેગું થયું. પેટી ખોલવાની છે. દરેકના મુખ ઉપર એટલે હર્ષ છે કે જાણે પેટીમાંથી શું નીકળશે? ગામમાં પણ ખબર પડી ગઈ છે કે આજે શેઠ મિલકતની પેટી મૂકીને ગયા છે, તેના ભાગ પડવાના છે. શું નીકળશે તે જોવા માટે શેઠના ઘરમાં માણસ સમાતું નથી. બધાની વચમાં પેટી ખેલી. અંદરથી એટલી સુગંધ મહેકે છે કે જાણે કેટલી કિંમતી ચીજો હશે ? પેટી ખેલી અને સૌના નામની ડબ્બીઓ આપી દીધી. ડબ્બીમાં પણ લાલ કાગળ ઉપર કાગળ વીંટેલા. સાત કાગળ ઉકેલે ત્યારે વધુ મળે. નેકરે સૌથી પહેલાં ખેલીને જોયું તે અંદરથી ગોળમટોળ પથ્થર નીકળે. પછી તે બધાએ પિતાની ડબ્બીઓ ખેલીને જોયું તે પથ્થર જ નીકળ્યા. બધા ભેગા થઈને માથા ફેડવા લાગ્યા. બાપા તે આપણને રમાડી ગયા.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy