SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં એ નરાધમનું હદય પીગળ્યું નહિ. તે ઈસુના વિરોધીઓ પાસે ગયો. પહેલાં રચેલા પડયંત્ર અનુસાર હથિયાર બંધ સૈનિકોને લાવીને તેણે ઈસુને પકડાવી દીધા. * ઈસુએ એ સમયે પણ યહુઆ તરફ ક્રોધ દષ્ટિથી ન જોયું. પણ ક્ષમા દષ્ટિ નાખી. ગુરૂને આ રીતે હથિયાર બંધ સૈનિકે લઈ જાય એ ઈસુના એક બીજા શિષ્યથી સહન થઈ શકયું નહિ. તેથી ક્રોધાયમાન થઈને તેણે એક સંનિકને કાન કાપી લીધે. આ વખતે ઈસુએ તેને કહ્યું. અરે ભાઈ! આ તું શું કરે છે? તારી તલવાર મ્યાન કરી છે. કેમ કે તલવાર ચલાવનાર છેવટે તલવારને જ શિકાર બનવાને છે. એ પછી ઈસુને ન્યાયાધીશની કચેરીમાં લઈ જવામાં આવ્યા. ન્યાયાલયમાં મન ન્યાયાધીશોએ તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂયા. પરંતુ યહુદી લેકને આ ન્યાય પસંદ ને પડશે. તેમણે ઈસુની ફાવે તેમ ઠેકડી ઉડાવવાની શરૂ કરી અને પછી તેમને ક્રોસ શુળી) પર ચડાવીને તેમના હાથપગમાં ખીલા ઠોકી દીધા. ત્યારે ઈસુ શું વિચારે છે – વેરઝેરના સાગરમાં તું ના જાજે, સ્નેહના ઝરણામાં તું સદા ખ્વાજે, ત્યાગની સરિતામાં તરજે તું વહેલે, ઉડી તું જાશે એક દિન અકેલે, સંસાર આ છે પંખીને મેળો, ઉડી તું જાણે એક દિન અકેલે. કેવી ઈસુની પવિત્ર ભાવના ! આટલું થવા છતાં આવા પ્રહાર કરાવનારે કુશિષ્યતેના પ્રત્યે કે યહુદી પ્રત્યે સહેજ પણ ક્રોધ નહીં કરતાં મરતી વખતે પણ આ પુણ્યપુરૂષે શત્રુઓને આશીર્વાદ આપ્યા. ક્ષમા પ્રદાન કરી અને હસતાં હસતાં પ્રસન્ન મુખડે પિતાના આદર્શો માટે પ્રાણ આપ્યા. મૃત્યુની કલા જેણે સાધ્ય કરી છે તે પિતાના કર્તવ્ય માટે આ દુનિયામાં જીવે છે તેમજ કર્તવ્ય માટે મરી ફીટે છે. હજારો દેશભકતે દેશ કાજે કુરબાન થઈ જાય છે. તેમને મૃત્યુને ભય ડરાવી શકતો નથી. સુભાષચંદ્ર બોઝ, સરદાર ભગતસિંહ ઈત્યાદિ નરવીરે આ પ્રકારની દેશભક્તિથી પ્રેરાઈને મરી ફીટયા. શીખ સંપ્રદાયના બે વીર ફતેસિંહ અને જોરાવરસિંહે ધર્મ માટે પ્રાણુનું બલિદાન આપ્યું. તેમની વાત તે ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ધર્મ પરિવર્તન માટે મોગલ બાદશાહોએ તેમને ઘણાં પ્રલોભને આપ્યાં, ભય બતાવ્યું, પરંતુ તેમણે હેજ પણ મચક આપી નહિ અને છેવટે તેમને દિવાલમાં ચણી લેવામાં આવ્યા. ધર્મ માટે મરીને તેઓ ઈતિહાસના પાને અમર થઈ ગયા. ધર્મપ્રાણુ ઑકાશાહને પણ ધર્મ માટે વિધીઓએ ઝેર આપી દીધું અને હસતાં હસતાં તેમણે પિતાના પ્રાણ ન્યોછાવર કર્યા. જે મૃત્યકલાને મર્મ સમજી લે છે તે કાયરની જેમ મૃત્યુને સ્વીકાર કરતા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy