SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ દર સવનતા પ્રગટે છે, છતાં વેદનીય આદિ ચાર અઘાતી કર્મોની વિદ્યમાનતા હોવાને કારણે મેક્ષ મળતું નથી. એ ચારેય કમેને સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જ સંપૂર્ણ કમને અભાવ થઈ જન્મ મરણનું ચક્ર બંધ પડે છે તેનું નામ જ મોક્ષ છે. પ્રમાદને કારણે અનાદિકાળથી જીવ ચતુર્ગતિના ચક્કરમાં ભમે છે. નરક, તિર્યંચ, મનષ્ય અને દેવ એ ચાર ગતિમાં સૌથી વધુ કાળ જીવે કઈ ગતિમાં પસાર કર્યો તે તમે જાણે છે ને? એકેન્દ્રિયમાં એટલે સાધારણ વનસ્પતિ અનંતકાયમાં અનંતકાળ પસાર કર્યો. પૃથ્વીકાય, અપકય, તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતે કાળ કાઢયે. वणस्सईकाय मइगओ, उक्कोसं जीवो उ संवसे । વારમાન્ત તુરતાં, સમયે યમ મા પમાયણ / ઉ. અ. ૧૦-૯ વનસ્પતિકાયમાં અનંતકાળ પસાર કર્યો છે. જીવ નિગોદમાં ઘણું રહ્યો છે. હજુ વ્યવહાર રાશિના કંઈક જીવે એવા છે કે અનંતી ચોવીસીઓ થઈ ગઈ છતાં પણ હજુ તે જ બહાર આવ્યા નથી. આ જીવ ત્રસકાયમાં વધુમાં વધુ બે હજાર સાગરોપમ રહે છે. બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌદેન્દ્રિય અને પંચેન્દ્રિય આ બધા ત્રાસ કહેવાય. આ બધા વચ્ચે કાળ બે હજાર સાગરોપમને છે, બાકીને કાળ સ્થાવર છે. જે આટલા સમયમાં જીવ ચેતી જાય તે સારી વાત છે. નહિ તે પાછા એક વખત એકેન્દ્રિયમાં ગયા વિના છૂટકો જ નહિ. પાછા ફરીને ત્રસકાયમાં આવે. એકેન્દ્રિયમેં ફિરતે ફિરતે, કુછ શુભ કર્મ ઉદય આયા, તબ દે ઈન્દ્રિયમેં તેઈન્દ્રિયમેં, કાલ અનંત કષ્ટ પાયા, ફિર ચૌરેન્દ્રિયમેં દુઃખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફિર પાઈ વહાં નરક તિર્યંચ નિમેં, કષ્ટ સહ અતિ હૈ ભાઈ.” એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરેન્દ્રિયમાં અજ્ઞાનપણે કેટલાં કષ્ટ સહન કર્યા છે. એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં એમ ઉત્તરોત્તર પુણ્ય વધતું ગયું તેમ તેમ આગળ આવતાં ગયા. પંચેન્દ્રિયમાં પણ નરક ગતિ અને તિર્યંચગતિમાં કેવા કષ્ટ સહ્યા. પછી આ અમૂલ્ય માનવભવ મળે છે. મનુષ્યનું આયુષ્ય બહુ અ૫ છે. હવે પ્રમાદ કરીને કેમ બેસી રહેવાય? બે પુત્રે એના પિતાને કહે છે પિતાજી! આપ કહે છે કે આપણે પાછલી ઉંમરે સંયમી બનીશું. આ વિશ્વાસ કણ રાખી શકે? જેણે મૃત્યુ સાથે મિત્રાચારી બાંધી હાય અથવા મરણ વખતે કાળના પંજામાંથી પલાયન–ભાગી છૂટવાની જેનામાં તાકાત હોય અથવા તે જેને ખબર હોય કે હું મરવાને જ નથી એ જ અવી રીતે ધર્મ કરવા માટે સમયની રાહ જોઈ શકે. વળી યુવાવસ્થામાં જે ધર્મની આરાધના થઈ શકે છે તે ઘડપણમાં નથી થઈ શકતી. કાનપુરી દેવાળું ફંકશે, પેટલાદમાં આગ લાગશે, ખંભાત ખળભળી ઉઠશે અને પાવાપુરી ધ્રુજી ઉઠશે, ત્યારે કંઈ ધર્મારાધન નહિ થાય. કાનપુરી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy