SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ફેર હોય તે જ મળે. બંધુઓ! જિનમતીએ એમ ન કહ્યું કે તમારે સાધુ થઈ જવું હતું તે મને પરણ્યા શા માટે? આવી પત્ની મળવી એ પણ મહાન પુણ્યને ઉદય છે. સમુદ્રદત્તને ઉપકારી માની જિનમતિએ પણ દીક્ષા લઈ લીધી. અને બંને આત્માઓએ પરણ્યા છતાં અખંડ બ્રહ્મચારી રહી આત્માનું કલ્યાણ કર્યું. ચૈતન્યથી ધબકતા જીવનમાં જ આવી સુંદર વિચાર શ્રેણી સંભવી શકે છે. | દેવભદ્ર અને જશેભદ્રના અંતરમાં પણ ચેતનના ધબકારા થઈ રહ્યા છે. જેને સંસાર કારાગૃહ સમાન લાગે છે તેવા બે પુત્રો પિતાજીને કહે છે, અમને દિક્ષાની આજ્ઞા આપો. ત્યારે પિતા કહે છે હમણું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરી સંસારમાં રહીએ. પાછલી ઉંમરમાં આપણે ચારે જણું દીક્ષા લઈશું. અને ઘર ઘરમાં ગૌચરી કરી આપણી જીવનયાત્રા વીતાવીશું. ત્યારે પુત્ર શું કહે છે – जस्सत्थि मच्चुणा सक्ख, जस्स वऽत्थि पलायण ।। નો નારૂ મરિસાઈ, દુ સુણ તિવા ઉ. અ. ૧૪-૨૭ પિતાજી! આપ કહે છે કે આપણે પછી દીક્ષા લઈશું તે શું આપણે એટલે સમગ્ર જીવીશું એ નક્કી છે? જ્યાં એક ક્ષણને પણ ભારે નથી ત્યાં એટલા લાંબા સમયની રાહ કેમ જોવાય? આ સંસારમાં સુખે કેણ સૂઈ શકે? જેને છે મૃત્યુથી મૈત્રી, જે જાણે મરવું નથી, મૃત્યુથી જે છૂટી ભાગે, તે સુવે સુખથી ભલે.” જેણે મૃત્યુ સાથે મિત્રતા સાધી હોય, અથવા જે જાણતા હોય કે હું મરવાને નથી, તેમજ મૃત્યુ આવે ત્યારે ભાગી છૂટવાની જેનામાં શક્તિ હોય તે જ સુખપૂર્વક સૂઈ શકે. અર્થાત્ ધર્મકાર્ય માટે રાહ જોઈ શકે. જો કે આ બધી વાતે અસંભવિત છે. દરેક મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે. માટે ધર્મના કાર્યમાં સહેજ પણ ઢીલ કરવી જોઈએ નહિ. સ્વ. પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી - આજે અમારા તારક પૂજ્ય ગુરૂજીની ૧૫મી પવિત્ર પુણ્યતિથિને દિન છે. ખરેખર ! ગુરૂ એ તે જન્મ મરણના ચક્કરને મટાડનાર છે, અને અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર છે. ચારિત્રમય જીવનનું ઘડતર ઘડનાર છે. પૂ. ગુરૂણીને અમારા ઉપર અનહદ ઉપકાર છે. બધાના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે પણ ગુરૂના અણુમાંથી મુક્ત થઈ શકાતું નથી. કારણ કે તેઓ આપણને ભવસમુદ્રમાંથી તારનાર છે. - પૂજ્ય ગુરૂણ ખૂબ જ ગુણગંભીર હતાં. એમનું ચારિત્ર પણ ખૂબ ઉચ્ચ કેટીનું - હતું. પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને જન્મ લીબડી શહેરમાં ચોકસી કુટુંબમાં થયો
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy