SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રદત્ત કે પવિત્ર આત્મા છે. એને જિનમતી ઉપર સહેજ પણ તિરસ્કાર ને આ. ઉલ્ટ એની દયા ખાવા લાગે, કે બિચારીને કમેં ભૂલાવી. અને પોતે વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયે. બસ. હવે આ સંસારને નવગજના નમસ્કાર. એનું ચૈતન્ય કેવું ધબકારા કરતું હતું? કે આવા પ્રસંગે પણ મનમાં ખેદ ન આવ્યો. જ્યારે નેકરના જીવનમાં જડતા ધબકારા મારી રહી હતી. એટલે એને એવી શંકા થઈ કે આ સમુદ્રદત્ત મને મોકલીને પેલી મિલકત લઈ લેશે તો? એટલે કહે છે કે આપને આમ એકલા મૂકીને મારાથી ન જવાય. આપને ગુરૂ મહારાજના ભેગા કરી પછી હું ઘેર જઈશ. એમ કહી સાથે ચાલ્ય, પણ એની દાનત ખોટી છે, કારણ કે અંતરમાં જડ લદ્દમીને મેહ છે. પરિગ્રહની મમતા માણસની બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. એટલે એ ક્રૂર કર્મ કરે એમાં કાંઈ નવાઈ નથી. નેકરના ખિસ્સામાં છરી હતી. તે તેણે કાઢી અને સમુદ્રદત્તને પાછળથી પીઠમાં ભેંકી દીધી. પછી તે એકદમ ભાગવા લાગે. સમુદ્રદત્તની પીઠમાં ઘા લાગવાથી પાછા વળીને જોયું તે નેકરને દેડતે જ જોયે. બૂમ પાડી પણ પાછો ન વળે. એટલે સમુદ્રદત્તને મનમાં લાગ્યું કે પેલા ચરૂના લેભમાં જ આણે આ પાપ કર્યું લાગે છે. તે આણે જિનમતીને માટે પણ બેટી વાત નહિ કરી હોય એની શી ખાત્રી ? છતાં પણ ગમે તેમ હોય હવે મારે સંસારમાં પડવું જ નથી. સમુદ્રદત્તને નેકર ઉપર પણ ગુસ્સો ન આવ્યો. હશે, એ બિચારો અજ્ઞાન છે એને શે દેષ? એમ શુદ્ધ વિચારધારા પર ચઢ. સૂકા પાંદડા ને ભૂકે ઘા ઉપર દાબી પાટો બાંધી દીધા. ત્યાંથી ચાલતે ચાલતે ગુરૂ પાસે પહોંચી ગયે. ગુરૂને સર્વ હકીક્ત કહી. તેણે ઘા ઉપર ઉપચાર કરીને દીક્ષા લીધી. સમુદ્રદત્તે દીક્ષા લીધાના સમાચાર આજુબાજુના ગામમાં ફેલાઈ ગયાં કે ફલાણું શેઠને પુત્ર તો સાધુ બની ગયા. જિનમતીના કાને પણ આ સમાચાર વાયુવેગે પહોંચી ગયા. જિનમતીના જીવનમાં ચેતનને ધબકારે હતો. એના વિચારો પણ સમુદ્રદત્ત જેવાં જ હતાં. એટલે એને ખૂબ આનંદ થયો. એના માતા-પિતાને કહે છે કે માતા-પિતા ! એમણે દીક્ષા લઈને જીવન સાર્થક કર્યું. હું પણ એ પવિત્ર આત્માના દર્શનાર્થે જાઉં છું. અને હું પણ ચારિત્ર લઈશ. માતા-પિતાની આજ્ઞા લઈ, એમણે આપેલી સગવડ સાથે જિનમતી સમુદ્રદત્ત મુનિના દર્શને ગઈ. પિતાના પતિને મુનિવેશમાં જોઈ આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. તે ગદ્ગદ્ કઠે કહે છે હે મુનિરાજ! ધન્ય છે. આપે ચારિત્ર માર્ગ અંગીકાર કરી આપના - આત્માને તાર્યો અને મને પણ આ ભવ કૃપમાંથી ઉગારી. આપને જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. વિષયના રંગમાં રગદોળનાર પતિ તે ઘણું ભવમાં મળ્યા, પણ આજીવન શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરાવી ચારિત્ર માર્ગે ચઢાવનાર પતિ તે મહાન ભાગ્યને ઉદય
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy