________________
૬૭.
સાયર જેટલાં દૂધ પીધા છે, માતાના સ્તનમાંય, એટલા ભવ અમે કર્યા છે, ગણ્યા એ ન ગણાય,
પિતાજી, આજ્ઞા આપને આજ. નરક અને તિર્યંચના ભવની વાત તે બાજુમાં મૂકે, પણ આ સમુદ્ર ભરાઈ જાય એટલાં તે માતાના દૂધપાન કર્યા છે. એટલે એટલા તે મનુષ્યના ભવ કર્યા છે. તે નરકતિર્યંચના કેટલા ભવ કર્યા હશે? માટે હવે અમારે આ સંસારમાં રહેવું નથી. આ સૂર કયારે નીકળે? જડને રાગ છૂટે ત્યારે ને? પાણી મળે ને દૂધ મળે છે એવા સુખોમાં આ જીને રહેવું નથી ગમતું અને તમને છોડવું નથી ગમતું. જેમ બકરું બેં બેં કરે છે તેમ અજ્ઞાની જીવ મોહને કારણે મેં મેં કરે છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે અજ્ઞાનને વશ થઈ એકેક જીવે શું કરે છે –
માયા છે, પિયા કે, મારા મે, મળી , મન્ના છે, પુત્તા મે, પુજા મે, જુના છે, सहिसयण-सगथ संथुयामे, विवित्तु वगरण परिवट्टण भोयणच्छायण मे, इच्चत्थं
gિ છો વસે પમત્તે આચારંગ સૂત્ર અ. ૨ ઉ. ૧ માતા મારી છે, પિતા મારા છે, ભાઈ-બહેન મારા છે, પત્ની પુત્ર-પુત્રી, પુત્રવધૂ, મિત્રો, સ્વજને, ઘરવખરી આ બધું જ મારું છે, જ્યાં જુઓ ત્યાં મારું, મારું ને મારું કરી રહ્યા છો. જ્યાં સુધી જીવને જડને રાગ છે ત્યાં સુધી વૈરાગ્ય નહિ આવે. અહીં અમે તમને કહીએ દેવાનુપ્રિયે! જડ પુદ્ગલ ઉપર મમતા કરવા જેવી નથી. ત્યારે તમે માથું ધુણાવે છે, પણ એ પાવર ક્યાં સુધી રહેવાને? તમે અહીંથી ઉઠીને ઘેર ગયા. ઘરે તમારા કપડાં શીંગ કંપનીમાં ધેવાઈને આવ્યાં છે. તમારે નાને પુત્ર બહારથી કોલસાની ભૂકીવાળા હાથ લઈને ઘરમાં આવ્યા અને એ તમારા કપડાં ઉપર હાથ ઘસે તે વખતે તમારી પારાશીશી શાંત રહેશે કે ચઢી જશે ? જે બરાબર સમજ્યા હશે તો તમને એમ થશે કે આ તે જડ છે. એને આટલો બધો મોહ શા માટે? અને નહિ, સમજ્યા હો તે એમ થશે કે મારા ઈસ્ત્રીબંધ કપડાં બગાડી નાખ્યા. જડ ચૈતન્યને ભેદ સમજવા જેવો છે. અંદરથી જેનું ચૈતન્ય ધબકારા કરતું હોય છે તે આત્માઓ કેવા હોય છે?
જેના જીવનમાં ચૈતન્ય ધબકતું હોય એ જ સાચું સ્વસ્થ જીવન છે. ચૈતન્યથી ધબકતા જીવનમાં પાપને ડર હેય, તે આત્માએ પાપથી દૂર રહેવાના જ વિચાર કરતા હોય, અને તે અનુસાર જ તેમની પ્રવૃત્તિ ચાલતી હોય, તેના માટે એક સુંદર દૃષ્ટાંત છે.
એક ધનવાન શેઠને સમુદ્રદત્ત નામને પુત્ર હતા. તેના લગ્ન બીજા ગામની જિનમતી નામની શ્રેષ્ઠી કન્યાની સાથે થયાં હતાં. જીવનમાં બને તેટલે વધુ સંયમ
શા, ૭૮