SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Foe કહેવાનુ' એ છે કે ખીજાના વાંકે પણ આપણને આપણુ' મન બગાડવાના અધિકાર નથી. મન ખગડયું ત્યાં કર્યાં ચાંટયા જ સમળે. આત ધ્યાન તે મનના બગાડ છે, અને એથી તિય ચ ગતિને ચેાગ્ય અશુભ કર્માં આત્મા પર ચાંટી જાય છે. ધર્માત્મા એવા મરૂભૂતિને આત ધ્યાનને કારણે હાથીના અવતાર આન્યા. બંધુઓ ! ભલે, આપણા ગુન્હા ન હેાય છતાં સામી વ્યક્તિ આપણા ઉપર પ્રહાર કરે, છતાં તમે મનને આ ધ્યાન રૌદ્રધ્યાનમાં ન જોડશેા. જુઓ, મરૂભૂતિ એ ભગવાન પાર્શ્વનાથને આત્મા હતા, છતાં આત ધ્યાનના પરિણામે તેને તિય ́ચમાં જવું પડયું'. આ દાખલા દ્વારા એ જ વાત સમજવાની છે કે આત ધ્યાન રૌદ્રધ્યાનમાં જતાં મનને અટકાવવું. મનમાં રૌદ્ર પરિણામે આવતાં પણ ભયંકર નુકશાન થાય છે. અલ્પ આત ધ્યાનનું પરિણામ વધતાં વધતાં ઘણું વધી જાય છે. ચડકૌશિક નાગ કેવી રીતે બન્યા હતા એ તે તમે જાણા છે ને ? અલ્પ વૈરની વણઝાર વધતાં વધતાં કેટલી વધી ગઈ ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી એને ગુણાકાર કેટલેા બધા વધે છે? બે મુનિઓ સવારે ઠંડીલ જવા માટે ગયા હતા. ચાલતાં ચાલતાં અનુપયોગથી ગુરૂના પગ નીચે મળેલી દેડકીનું કલેવર આવી ગયું. સાંજે પ્રતિક્રમણ કરીને ગુરૂએ દિવસ દરમ્યાન કરેલાં પાપાની આલાચના કરી. ત્યારે શિષ્યે યાદ કરાવ્યુ કે ગુરૂદેવ! આજે સવારે આપના પગ નીચે દેડકી કચરાઈ ગઈ હતી, તેનું પ્રાયશ્ચિત કરવું આપ ભૂલી ગયા. ગુરૂ કહે છે ભાઈ! એ તે મરેલી જ દેડકી હતી. એમાં મને પ્રાયશ્ચિત શેનુ આવે ? પણ શિષ્ય સમજતા નથી. પાંચ મિનિટ થઇને ફરી શિષ્ય ગુરૂને ટકોર કરી કે તમે પ્રાયશ્ચિત કેમ લેતા નથી ? ગુરૂ કંઈ જ ન ખાલ્યા, ત્યારે ત્રીજી વખત ખેલ્યા. એટલે ગુરૂને ક્રોધ આવ્યા. એ વાતને સમજતા નથી ને ટકટક કરે છે માટે એને શિક્ષા કરુ....' બંધુઓ! અહી' જોજો, વેરની વણઝારનેા કેવા ગુણાકાર થાય છે! ગુરૂ હાથમાં રજોહરણ લઈ ને શિષ્યને મારવા દોડયા. શિષ્ય પેાતાના ખચાવ ખાતર ઉપાશ્રયમાં દોડયા. અંધારામાં ક્રોધાવેશમાં દોડતાં ઉપાશ્રયમાં રહેલા થાંભલે ગુરૂના માથામાં વાગવાથી પછાડ ખાઇને પડયા. અને ક્રોધાવેશમાં મરીને અગ્નિકાય દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મનુષ્ય બન્યા. અને નકખલ આશ્રમમાં તાપસ અનીને રહેવા લાગ્યા. એ આશ્રમના ચેાગાનમાં વૃક્ષ–ફળ-ફુલથી શેાભતું સુંદર ઉપવન મનાવ્યું. એ ઉપવનની રાત-દ્વિવસ ચાકી કરતા હતા. અને હાથમાં તીક્ષ્ણ કુહાડી લઇને ફરતા હતા. જે કાઈ આ મારા ઉપવનમાંથી એક ફળ કે પુષ્પ તાડશે તેને જાનથી માંરી નાંખીશ.’ એવા રૌદ્ર પરિણામ તેને આવ્યા. જુએ! વેરની વઝાર કેવી વધી ગઈ? સાધુના ભવમાં દ્રવ્યથી હાથમાં રજોહરણ હતા. ક્ષેત્રથી ઉપાશ્રયની ચાર દિવાલ હતી. કાળથી પ્રતિક્રમણ પછીના સમય હતા અને ભાવથી શિષ્યને શિક્ષા કરું એવા ભાવ હતા. તે। તાપસના શા. ૭૭
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy