SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ કે પ્રભુ! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને એવું શું કર્મ બાકી રહયું કે તેત્રીશ સાગરે પમની સ્થિતિએ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેમને ઉત્પન્ન થવું પડ્યું! ભગવાન કહે છે હે ગૌતમ! એની પાસે લવસત્તમાવા-ફક્ત સાત લવનું આયુષ્ય વધુ હેત તો એ મનુષ્ય ભવમાંથી સીધે જ મેક્ષમાં જાત સૂકા ઘાસને પુળ બળે તેટલા સમયનું કર્મ બાકી રહયું જેથી એમને ત્યાં ઉત્પન્ન થવું પડ્યું. તમને સમયની કિંમત સમજાય છે ? તમે તે ઉઠીને મોઢામાં દાતણ કરતા છાપા વાંચ. રશિયા શું કરે છે અને અમેરિકામાં શું ચાલે છે, એ જાણવાને તમને રસ છે, પણ સવારમાં ઉઠી તીર્થકરના નામ કે પાંચ નવકાર તમને યાદ આવે છે ! સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજકથામાં જીવને જેટલે રસ છે તેટલે રસ ધર્મકથામાં નથી. ચારેય વિકથાઓ ત્યજવા યોગ્ય છે. ધ્યાન પણ ચાર પ્રકારના છે. તેમાં આધ્યાન અને રૌદ્રધ્યાન એ બે દુષ્યને ત્યજવા યોગ્ય છે. ઈષ્ટને વિગ અને અનિષ્ટને સંગ થતાં જે ધ્યાન થાય છે તેનું નામ આર્તધ્યાન છે. આવું અસાર ધ્યાન કરવા માટે આપણને મન નથી મળ્યું. પશુઓ અને અનાર્યો કરતાં ઉચ્ચ કોટિનું શુદ્ધ મન મળ્યું છે તે પરમાત્માના ધ્યાનમાં જોડાવા માટે મળ્યું છે. તુચ્છ અને નાશવંત વસ્તુઓમાં તે પશુઓ અને અનાર્યો મનને જોડે. આપણું મન તે તત્વજ્ઞાનના રેપ રેપવાનું ઉદ્યાન છે. આર્તધ્યાનને ઉકરડે ઉભું કરવા નહિ. માટે આર્તધ્યાન આવતાં પડકાર કરે કે ખરેખર ! તું મારું કંઈ બગાડી શકે તેમ નથી. બંધુઓ! ધર્મિષ્ઠ જીવ પણ આર્તધ્યાન કરવાથી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ભગવાન પાર્શ્વનાથને આત્મા મરૂભૂતિના ભવમાં શ્રાવકના વ્રતનું પાલન કરનાર, ધાર્મિક જીવન જીવનારે અને પવિત્ર વિચારમાં રમણતા કરનારે હતું. અને તેમને ભાઈ કમઠ દુરાચાર અને ઉદ્ધતાઈવાળ હતું. તેથી રાજાએ એને નગર બહાર કાઢી મૂક્યો. એને કાઢવામાં પિતે નિમિત્ત બને એ ખોટું થયું એમ માની મરૂભૂતિ કમઠની ક્ષમા માંગવા ગયે. બેલે. એ કે પવિત્ર આત્મા હશે કે ક્ષમા માંગવા ગયે! જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માંગે છે ત્યાં કમઠે રેષથી એના માથા ઉપર પથ્થરની શીલા ફેંકી. અને તેથી ખૂબ વેદના થવાથી ધર્માત્મા મરૂભૂતિ આર્તધ્યાનમાં પડયે. અહે! હું એને ખમાવું છું છતાં એણે મને માથામાં શીલા મારી! એ આધ્યાનમાં મરીને ત્યાંથી અટવીની હાથણીના પટે હાથી તરીકે ઉત્પન્ન થયો. તીર્થકરનો જીવ છે. વર્ષોને ધર્માત્મા છે, છતાં દુર્ગાનને કોઈની શરમ પડે છે ! દુષ્યને મરૂભૂતિને ઉંચકીને સદ્ગતિમાંથી ભ્રષ્ટ કરી દુર્ગતિમાં પટક. જીવનમાં જે એક જ વખત આવું દુર્થોન આવી ગયું તે તેનું આ ફળ આવ્યું ! તે જીવનભર આવું કાર્ય કર્યું જનારની કઈ દશા થાય ! આર્તધ્યાન કરવું એ એક પ્રકારને ગુહે છે. એ ગુન્હાની સજા તે જીવને ભોગવવી જ પડે છે. કષ્ટ આપનારને તે એના ગુન્હાની સજા મળશે, પણ તું તે તારા ગુન્હાની સજા ભેગવશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy