SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ એના દિલમાં દયાના ઝરણાં વહે છે. અને તે પિતાનું સર્વસ્વ આપી દઈને પણ દુખીના દુખ મટાડે છે. એક વખત પ્રસંગ છે. એક બહુ મોટું નહિ અને બહુ નાનું નહિ તેવું ગામ છે. તેમાં એક ગરીબ કુટુંબ વસે છે. તેમાં એક માતા અને દિકરો બંને જણા રહે છે. આ માતાએ મહેનત મજુરી કરીને પોતાના પુત્રને ડેકટર બનાવ્યું. પણ સાથે એ સંસ્કાર પણ રેડ્યા કે દિકરા ! ભલે જીવન ઓછું જવાય, પણ દૈવી જીવન જીવવું. તું ડોકટર બનીને પરદુઃખભંજન બનજે. ગરીબનાં આંસુ લૂછજે. તેના જીવનનું આવું સુંદર ઘડતર ઘડયું છે. આ પુત્રનું નામ અશ્વિન છે. આ અશ્વિનના લગ્ન થયાં. પણ તેના દિલમાં બીબના દુઃખ કેમ મટાડી શકું એ જ તેની ભાવના છે. ગરીબોની સેવા કરતાં મારા પાપ ધોવાશે. અશ્વિનની પત્નીનું નામ સગુણ છે. સમય જતાં તેને એક પુત્ર અને પુત્રી થયા. પુત્રનું નામ સુશીલ અને પુત્રીનું નામ શીલા છે. આમ આ બધા આનંદથી રહે છે. પરંતુ ડોકટર અશ્વિનની ભાવના પરદુઃખભંજનની છે. જ્યારે સગુણને તે ગમતું નથી. જ્યારે પાપને ઉદય હોય ત્યારે આવી પત્ની મળે. રથના બે પૈડાં બરાબર હોય તે રથ સારી રીતે ચાલી શકે તેમ સંસારમાં પણ જે પતિ-પત્ની બંને સુમેળ સ્વભાવવાળા હોય તે સંસાર સારી રીતે ચાલે. આ ડેકટર જ્યાં સારી વીઝીટ મળતી હોય ત્યાં જરા બેકાળજી કરે પણ ગરીબની વાત સાંભળે ત્યારે તેનું લેહી ઉછળી જાય. અને ત્યાં જલદી દોડી જાય. તે સમજો કે ગરીબ માણસનું કોણ? એક વાર સગુણા ડોકટરને કહે છે–જુઓ! બધા ડોકટરને ત્યાં મોટરો દોડે છે અને આપણે ઘેર છે મેટર? તમે તે બધા ગરીબને જશે છે. ત્યારે ડોકટર કહે છે કે આ જે બધી મોટરો દોડે છે તે આપણી જ છે ને! બે-ચાર આના આપીએ કે મોટરમાં બેસવાનું મળે. પણ વિચાર તે કર કે જ્યારે આપણે મૃત્યુ પામીને પરલોકમાં જશું ત્યારે મોટર, હાટ-હવેલી કે બંગલા સાથે નહિ આવે. હું ગરીબાઈમાં જ મોટે થયે છું એટલે ગરીબ લેકેની સ્થિતિને મને પૂરે ખ્યાલ છે. રવિવારને દિવસ છે. બપોરના જમી પરવારીને ડોકટર પિતાની પત્ની, સુશીલ અને શીલા સાથે પાટ રમે છે. હજુ પાટ પૂરી થઈ ન હતી ત્યાં બારણું ખખડાવવાને અવાજ આવ્યું. એટલે સગુણા એકદમ ચમકીને ઉઠી અને બડબડતી નીચે ગઈ બારણું ખોલ્યું અને રૂઆબમાં પૂછયું તું કોણ છે? સમય-કસમય જોયા વિના જ હાલી નીકળે છે. કેમ જાણે દાક્તર સાહેબ તે યંત્ર ન હોય! દરવાજો ખેલીને જોયું તે સામે એક ગરીબ ખેડૂત જેવો માણસ ઉભે હતો. તેણે બે હાથ જોડીને સગુણાને નમસ્કાર કર્યા. સગુણાએ વિવેક પૂરતો ય તેને નમસ્કારને જવાબ આપ્યા વિના પૂછ્યું-કેમ શું કામ છે? ગરીબ માણસ જવાબ આપે તે પહેલાં તે તે બેલવા લાગી. હેકટર સાહેબ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy