SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ધન આપું છું એમ કહીને એને નવકારમંત્ર શીખવાડે. અને કહ્યું કે તું આ મંત્રનું હંમેશાં સ્મરણ કરજે. જ્યારે તારુ દુનિયામાં કોઈ સગું ન રહે, તારા માથે વિપત્તિન વાદળ તૂટી પડે તે પણ તું આ મંત્રને ભૂલીશ નહીં. એ તને જરૂર સહાય કરશેતું આપત્તિમાંથી બચી જઈશ. અમરે કઈ દિવસ આ મંત્ર સાંભ જ ન હતે. એના દિલમાં અત્યંત આનંદ થયો. મેં કદી આ મંત્ર સાંભળ્યું નથી. સંત મહાત્માએ મારા ઉપર ખૂબ કૃપા કરી. આજે તમારે મન તે નવકાર મંત્ર શાકભાજી જે થઈ ગયા છે. જેટલી અન્ય ધમીને આપણું નવકારમંત્ર ઉપર શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા કંઈક જૈનના દિકરાને નથી. ખૂબ શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે તે દેવ લકમાંથી દેવને પણ નીચે ઉતરવું પડે. એ નવકાર મંત્રને અજબ પ્રભાવ છે. - અમર લાકડાને ભાર લઈને ઘેર આવે છે. આંગણામાં ત્રાજવા પડયાં છે. રાજાના માણસો ઉભા છે. લેકની ઠઠ જામી છે. અમર હરખાતે હરખાતે ઘેર આવે છે. એને ખબર નથી કે આ બધું કેને માટે છે? અમર પૂછે છે બા ! આજે આપણે ઘેર, બધી શેની ધમાલ છે? ત્યારે તેની માતા કહે છે બેટા ! કેઈ એના પુત્રને સાકરી તળે, કઈ ચાંદીથી તોળે પણ મને એવી હોંશ છે કે હું તને સોનાથી તેનું નામ તે ભદ્રા હતું પણ સ્વભાવમાં કૂરતા હતી. બાળક તો તદૃન નિર્દોષ હતો. ઝટ દઈને ત્રાજવામાં બેસી ગયો. ભારોભાર સોનાની લગડીએથી અમર તળાઈ ગયે. તરત જ રાજાના માણસે કહે છે ભાઈ! હવે ચાલો રાજયમાં. આજે તારી માએ તારા ભારોભાર સોનું લઈને તને વેચે છે. તને યજ્ઞમાં હોમવાનો છે. આ સાંભળી બાળક ચોધાર આંસુ સારે છે. હૈયાફાટ રૂદન કરે છે પણ કોઈને ય દયા આવતી નથી. * ધનને લેભે વેચીઓ, માતા-પિતા મુજ આજ, કેવા અનર્થ ધન કરે, છેડી નિજ કુળ લાજ ” અમર તે થરથર ધ્રુજે છે. એને થયું કે બસ, હવે મારું આવી બન્યું. મારે આમ જ મરી જવાનું. જીવ માત્રને જીવન પ્રિય છે. જગતની કોઈ પણ ચીજ જીવનથી અધિક પ્રિય નથી. ભગવાને દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – सव्वे जीवा वि इच्छति, जीविउ न मरिज्जि ।। तरहा पाणिवह घोर', निरा था वउजय तिण ॥ દશ. સૂ. અ. ૬ ગાથા-૧૧ આ જગતમાં દરેક જીવન જીવવાની ઇચ્છા છે. કોઈને મરવું ગમતું નથી. જે તમે સાચા અહિંસાના પૂજારી હે તો ભગવાનને આ અમૂલ્ય સંદેશ “જી અને જીવવા દો ” હૃદયમાં લખી લે, શા. ૫૮
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy