SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ એ પડહ છી નહિ પણ સંસારમાં ભાતભાતના લોકો હોય છે. અહીં રાજગૃહી નગરીમાં રહેતા રાષભદત્ત નામના ગૃહસ્થની પત્ની ભદ્રા બ્રાહ્મણીને વિચાર થયે કે મારે ચાર ચાર પુત્રો છે. તે હું આ પડતુ ઝીલી લઉં, તે કેટલું બધું સોનું મળે? જિંદગીનું દારિદ્ર ટળી જાય. એણે તરત જ પડહ ઝીલી લીધે. પુત્ર પ્રત્યેને ભદ્રા માતાને શ્રેષ પ્રેરણાત્મક બન્યા. દેશના પ્રચંડ અગ્નિમાં મમત્વના અંકુરા બળી ગયા. માતાના હૈયાની કોમળતા નાશ પામી. વાત્સલ્યના વારિ સૂકાઈ ગયા. તે પિતાના પતિ અષભદત્તને કહેવા લાગી કે આપણે ચાર પુત્રો છે તેમાંથી એકને દઈ દઈએ. ત્યારે રાષભદત્ત કહે છે કયા પુત્રને આપીશું? જવાબમાં ભદ્રા કહે છે સ્વામીનાથ ! પેલે સૌથી નાને અમરીયા (અમરકુમાર) કંઈ જ કામ કરતું નથી. બેઠે બેઠે ખાય છે અને મને પજવે છે પણ ખૂબ. એ મને જરાયે ગમતું નથી. માટે એને આપી દઈએ. - પરિગ્રહ શું નથી કરતા! “વાર્થની છે આ સગાઈ, માતા-પિતા સ્વાર્થી સૌ ભાઈ, થાયે સ્વાર્થથી બૂરાઈ, વેર-ઝેર કરાવે જુદાઈ” આ જગતમાં કોઈ કોઈનું નથી. આખું જગત સ્વાર્થમય છે. સ્વાર્થ હોય ત્યાંસુધી જ સ્નેહ છે. જ્યાં સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યાં પ્રેમ એ ઝેરના રૂપમાં પરિણમે છે. પૈસાની ખાતર પોતાના ઉદરમાં આળેટેલાં પુત્ર માટે પણ મમતા ન રહી. પૈસે કેવી ચીજ છે! પૈસો દુનિયામાં નહિ કરાવે તેટલું ઓછું છે. પીળું દેખીને ભલભલાના મન પીગળી જાય છે. રાજ્યના લેભને ખાતર કેણિક પિતાના પિતા શ્રેણિક રાજાને પાંજરામાં પૂરતાં પાછા ન પડે. સ્વાર્થને માટે જેની પાછળ પરદેશી રાજા પાગલ હતું તેવી સૂરિકતા રાણી પરદેશીને ઝેર દેતાં પાછી ન પડી. આવા સ્વાર્થ મય જગતમાં કયાં રાચવા જેવું છે? અમર તે જંગલમાં લાકડાની ભારી લેવા ગયે છે. માથે લાકડાનો ભારે લઈને ચાલ્યા આવે છે. એક સંત જંગલમાં ભૂલા પડ્યા છે. આ છોકરાને પૂછે છે ભાઈ ! તું આ ગામને લાગે છે. હું ભૂલે પડે છું, તું મને માર્ગ બતાવીશ? છોકરો કહે છે બાપજી! ચાલે, હું આપની સાથે જ આવું. એમ કહીને માથેથી ભારે ભેંય મૂકીને સંતને માર્ગ બતાવવા ચાલે. સંત પણ વિચાર કરે છે કે આ છે તે નાનકડો બાળ પણ શું એની ભક્તિ છે? સંતને માર્ગ બતાવી સંતના ચરણમાં નમન કરી અમર પાછો ફરે છે ત્યારે સંત કહે છે ભાઈ! હું તને કંઈક આપું. સાધુ અને સંસાર એ બંને માર્ગો ભિન્ન ભિન્ન છે. સંસારી પાસે ધન ન હોય તે એની કિંમત નથી. અને સાધુ પાસે ધન હોય તે તેની કિંમત નથી, માટે અમારી પાસે ધન ન હોય, પણ હું તને આત્માનું
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy