SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુઓ ! જ્યાં સુધી જીવે અહિંસાના પ્રેમી નહિ બને ત્યાં સુધી સાચી શાંતિ નહિ મેળવી શકે. જે સાચું સુખ જોઈતું હોય તે દરેક ને એક વાર ભગવાન મહાવીરને સિદ્ધાંત અપનાવે પડશે. અને સત્ય, સદાચાર, પ્રમાણિકતા અને પ્રેમમય જીવન બનાવી સાચી મિત્રતા કેળવવી જોઈશે. ખરેખર, આગળનાં મિત્રો કેવા પવિત્ર હતાં અને એકબીજા માટે કે ભોગ આપતાં હતાં તે માટે જુનું દૃષ્ટાંત યાદ આવે છે. દષ્ટાંત તે જુનું છે. પણ બંને મિત્રોના ભાવ ઘણું જ સુંદર હોવાથી સમજવા જેવા છે. * રઘુ અને ચૈતન્ય નામના બે મિત્રો હતાં. આ બંને મિત્રો વચ્ચે એવી મૈત્રી કે જાણે પુષ્પ અને પરાગ જોઈ લે. બંને સમર્થ વિદ્વાન હતાં. બંને જ્યારે ભેગા થાય ત્યારે તેઓ જ્ઞાન ગેષ્ઠી જ કરે. અત્યારની માફક પાંચ સાત મિત્રો ભેગા થઈને ખાલી વાતેના ગપ્પા હાંકતા ન હતાં. એમની જ્ઞાન મેષ્ઠીમાંથી કંઈક નવીન નવનીત મળતું. એક મિત્ર ભૂલ કરે તે બીજે એને ભૂલ કરતે અટકાવે. પાણીના સંગથી જેમ વસ્ત્ર સ્વચ્છ થાય છે તેમ એકબીજાના સમાગમથી આ મિત્રો એમનાં જીવનને સ્વચ્છ અને પવિત્ર બનાવતાં. માટે જ જ્ઞાની કહે છે કે તમે સાથીદાર છે તે કે શું ? “મિત્ર એસા કીજીયે, જે ઢાલ સરીખા હોય, સુખમેં પીછે પડ રહે, ઔર દુખમેં આગે હાય” - મિત્ર ઢાલ જેવા હોવા જોઈએ. ક્ષત્રિયો ઢાલને નીચે બાંધે છે. જ્યારે યુદ્ધને સમય ન હોય ત્યારે હાલ પાછળ પડી રહે છે. પણ સંગ્રામમાં શત્રુઓના તલવારના ઝાટકાના ઘા ઝીલવા માટે આગળ આવે છે. તેમ તમારા મિત્રો એવા હોવા જોઈએ કે ભલે એ સુખની વેળાએ તમારી ખબર લેવા પણ ન આવતા હોય પણ જ્યારે ખબર પડે કે મારો મિત્ર દુઃખમાં છે, ત્યારે દેડીને આવે. પિતે કષ્ટ વેઠીને પણ મિત્રને મદદ કરે. મિત્રને અધેમાર્ગે જતું અટકાવે. આજે તે આવા મિત્રે મળવા મુશ્કેલ છે તમે તમારા મિત્રને બાર મહિને પણ પત્ર લખતા ન હે પણ ખબર પડે કે મારો મિત્ર કર્મોદયે દુઃખી થઈ ગયો છે, ભારે સંકડામણમાં આવી ગયો છે. તે તે સમયે તમે એને આશ્વાસન આપજે. અઠવાડિયે પત્ર લખજો. એટલું જ નહિ પણ કષ્ટ વેઠીને પણ એને મદદરૂપ બનજે. આ રઘુ અને ચૈતન્ય બે જીવન મિત્રો હતાં. બંનેએ બાર વર્ષ સુધી ખૂબ મહેનત કરીને એક ગ્રંથનું સર્જન કર્યું. એક વખત રઘુ ચૈતન્યને ત્યાં ગયો. એના ટેબલ પર એક ગ્રંથ લખેલે પડયો હતે. મિત્રની રજા લઈને રઘુએ વાંચવા લીધે. બંનેએ એક જ વિષય પર ગ્રંથ રચે હતે. રઘુએ ચૈતન્યને ગ્રંથ વાંચી લીધે. એના મનમાં થયું કે આવા સુંદર ગ્રંથ આગળ મારે ગ્રંથ શા કામને ? મારા પુસ્તકને તે હવે કે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy