SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ છવને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર જ કાઢયું. અને તપના તેજથી સત્યાગ્રહ કરીને પિતાના આત્માનું તેજ બ્રિટીશ જેવી સતનત ઉપર પાડયું. જેથી બ્રિટીશ સલ્તનતને અહીં રહેવું અશક્ય લાગ્યું. અને પિતાની મેળે ચાલી ગયા. ભારતને સ્વતંત્રતા અપાવી અને રાજ્ય કેમ ચલાવવું તેની પ્રણાલિકા બતાવી. અને તેમના ખાસ અનુયાયી જે અગ્રેસર હતા અને જેણે લડતમાં ઘણે ભોગ આપે તે તેમના ઉપર વિશ્વાસ રાખી રાજ્યસત્તા સોંપી. પિતે દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું, છતાં પિતાના હાથમાં રાજસત્તા લીધી નહીં. ધનને લેભ રાખે નહીં. અને પોતે સાદાઈથી જ રહ્યા. પરંતુ તેમના અનુયાયીઓ રાજસત્તા ઉપર આવીને ગાંધીજીના સિદ્ધાંતે ભૂલી ગયા અને કેટલાક બીન અનુભવી, અપ્રમાણિક અને અભિમાની માણસે પ્રધાનપદ ઉપર આવતાં તેઓએ અહિંસા અને સત્યના સિદ્ધાંતને ફક્ત ભાષણ કરવામાં જ રાખ્યા. પણ ભાષણ પ્રમાણે વર્તન થયું નહિ, મૂંગા પ્રાણીઓની કતલ અટકી નહીં. બ્રહ્મચર્યને બદલે ભ્રષ્ટાચાર વધી ગયું. અને અપરિગ્રહને બદલે પિતે જ સ્વાર્થ સાધવા તકવાદી થઈને ધનસંચય કરવા લાગ્ય. અને ભેગ વિલાસમાં પડવાથી પ્રજાનું કલ્યાણ કરી શક્યા નહીં. આવી રીતે તમામે સિદ્ધાંતને ભંગ થતાં પ્રજાને કોઈ ધણી રહ્યો નહિ. દેશી રાજ્ય અને બ્રિટીશના વખતમાં તે પ્રજાને અવાજ સાંભળવામાં આવતા હતા અને પ્રજાને છેડી ઘણી રાહત પણ મળતી હતી. પણ અત્યારે તે કોઈ પ્રજાને અવાજ સાંભળનાર નથી. અત્યારે વિજ્ઞાનમાં નવી નવી શોધ થવાથી યંત્રવાદ વધી ગયું છે. રશિયા અને અમેરિકા એટમ અને હાઈડ્રોજન બેંબ બનાવીને તેના પ્રયોગો કરી રહયા છે. અને તેઓ એકબીજાની હરિફાઈમાં ઉતર્યા છે. જ્યારે આ શોને ઉપયોગ થશે ત્યારે દુનિયામાં શું થશે તે કલ્પી શકાતું નથી. જ્યારે લશ્કરે વધે ત્યારે પરિણામે લડાઈ થાય. તે તે આપણે ઈતિહાસમાંથી જાણી શકીએ છીએ. કેસર તથા હીટલરની લડાઈથી લાખો માણસને અને મીલ્કતને નાશ થઈ ગયા હતા. તેમાંથી કંઈક ઉંચા આવ્યા ત્યારે અણુશ નીકળ્યા. તો હવે તે તેનું શું પરિણામ આવશે તે તો જ્ઞાની જાણે. સૌ શાંતિની વાતે કરે છે અને લડાઈની તૈયારીઓ કરે છે. પણ આનું પરિણામ શું આવશે? ખરેખર , બધા શાંતિ ઈચ્છતા હોય અને દુનિયાના બધા દેશને સુખ-સમૃદ્ધિ જોઈતાં હોય તે એક જ રસ્તે છે કે ભગવાનના બતાવેલા અહિંસાના માર્ગે આવવું પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન, મહાવીરના ચીધ્યા રાહે જાવું પડશે.પ્રભુ મહાવીરના લાખ લાખ પ્રશ્નોના સાચા ઉકેલે, શો થકી નહીં આવે, . ભીતિથી બંધાયેલા માનવીના હૈયામાં પ્રીતિ કદી નહિ જાગે, સત્ય, અહિંસા ને શાંતિનું સંગીત, બુલંદ કંઠે ગાવું પડશે...પ્રભુ મહાવીરના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy